MORBI:મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૨૪ માર્ચે જનસંપર્ક સભાનું આયોજન

MORBI:મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૨૪ માર્ચે જનસંપર્ક સભાનું આયોજન
સામાન્ય નાગરિકોને ગેરકાયદેસર વ્યાજવટાવના ચુંગાલમાંથી મુક્ત કરાવવા અને વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના હેતુથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય તેમજ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) અને મોરબી પોલીસ અધિક્ષક (SP) ના માર્ગદર્શન હેઠળ આગામી ૨૪ માર્ચ ૨૦૨૬ ના રોજ વિશેષ જનસંપર્ક સભા યોજાશે.
તારીખ: ૨૪/૦૩/૨૦૨૬ સમય: બપોરે ૧૬:૦૦ વાગ્યે (૪:૦૦ કલાકે) સ્થળ: મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન
પીડિતોની રજૂઆતનું થશે નિરાકરણ આ જનસંપર્ક સભામાં ગેરકાયદેસર વ્યાજખોરીનો ભોગ બનેલા નાગરિકો પોતાની રજૂઆતો કે ફરિયાદો પોલીસ સમક્ષ સીધી કરી શકશે. પોલીસ અધિકારીઓ દ્વારા આ ફરિયાદોને સાંભળીને તેનું તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ લાવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.લોન મેળવવા માટે બેંકોના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે માત્ર વ્યાજખોરો સામે કાર્યવાહી જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સહાય મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં:રાષ્ટ્રીયકૃત (Nationalized) બેંકો શેડ્યુલ્ડ અને કો-ઓપરેટિવ બેંકો માઇક્રો ફાયનાન્સ સંસ્થાઓના પ્રતિનિધિઓ આ પ્રતિનિધિઓ હાજર રહીને સરકારી યોજનાઓ અને બેંક લોન વિશે માહિતી આપશે, જેથી નાગરિકો વ્યાજખોરો પાસે જવાને બદલે સુરક્ષિત રીતે બેંકિંગ ચેનલ દ્વારા લોન મેળવી શકે.અપીલ: મોરબી જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે વધુમાં વધુ સંખ્યામાં નાગરિકો આ કાર્યક્રમમાં હાજર રહે અને વ્યાજખોરીના દૂષણને ડામવામાં પોલીસને સહકાર આપે










