GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે પંચમુખાત્મક શ્રીવિષ્ણુ મહાયજ્ઞ સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

 

MORBI: મોરબી શ્રીખોખરા હનુમાન હરિહરધામ ખાતે પંચમુખાત્મક શ્રીવિષ્ણુ મહાયજ્ઞ સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

 

 

મોરબી: પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુની અહૈતુક કૃપા તથા પરમ પૂજ્યા માં શ્રી કનકેશ્વરી દેવીજીની પ્રેરણાથી ભજનભૂમિ શ્રીખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૨૮ નવેમ્બરથી ૨ ડિસેમ્બર ૨૦૨૫ સુધી પંચમુખાત્મક શ્રીવિષ્ણુ મહાયજ્ઞ સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંતો અને આચાર્યોના પાવન સાનિધ્યમાં યોજાનારા આ પવિત્ર ઉત્સવમાં સૌ ધર્માનુરાગીઓને ઉપસ્થિત રહેવા વિનમ્ર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબીના બેલા-ભરતનગર સ્થિત ભજનભૂમિ શ્રીખોખરા હનુમાન હરિહરધામના પાવન પરિસરમાં પરમાત્મા પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુની અહૈતુક કૃપા પ્રસાદ સ્વરૂપે તથા પરમ પૂજ્યા માં શ્રી કનકેશ્વરી દેવીજીની દિવ્ય પ્રેરણાથી પંચ દિવસીય ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ માગશર સુદ નોમ, શુક્રવાર ૨૮ નવેમ્બર ૨૦૨૫ થી શરૂ થઈ, માગશર સુદ તેરસ, મંગળવાર ૨ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ધાર્મિક ભક્તિભાવના રંગે રંગાશે. સાધુ-સંતો, મહાત્માઓ તથા વિદ્વાન આચાર્યોના પાવન સાનિધ્યમાં યોજાનારા આ ઉત્સવમાં વિવિધ ધાર્મિકવિધિઓ, ભજન, યજ્ઞ અને પ્રતિષ્ઠા વિધિઓ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે.

આ પાંચ દિવસીય કાર્યક્રમોની રૂપરેખા મુજબ, પંચમુખાત્મક શ્રીવિષ્ણુ મહાયજ્ઞ તા. ૨૮ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી ધાર્મિક વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞની પવિત્ર આગમાં આહુતિઓ અપાશે. સંતવાણી-ભજન સંધ્યા તા.૨૯ નવેમ્બર રાત્રે ૯.૩૦ વાગ્યે જેના કલાકાર પરસોત્તમપરી બાપુ તથા જયશ્રીદાસ માતાજી ભક્તિરસમય ભજનો અને સંતવાણીથી ભજનમય વાતાવરણ સર્જાશે. આ ઉપરાંત સંતોના આશીર્વાદ-ધર્મસભા તા. ૩૦ નવેમ્બર સવારે ૭ વાગ્યે જેમાં સાધુ-સંતોના ઉપદેશ, ધર્મબોધ અને આશીર્વાદનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યારે નવગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ધૂણી સ્થાપના તા. ૩૦ નવેમ્બર બપોરે ૧૨ વાગ્યે સ્થળ પર નવનિર્મિત નવગ્રહ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ધૂણીની પવિત્ર સ્થાપના કરવામાં આવશે. તા. ૨ ડિસેમ્બરે બપોરે ૧૨.૩૦ વાગ્યે મહાયજ્ઞ સંપન્ન પૂર્ણાહુતિ અને આશીર્વાદ વિધિ યોજાશે. આ ભવ્ય અને પવિત્ર ધર્મોત્સવમાં ઉપસ્થિત રહીને ધાર્મિક લાભ પ્રાપ્ત કરવા તમામ ધર્માનુરાગી ભક્તોને શ્રીખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ તથા સદગુરુ પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!