MORBI:ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશિપ 2025 અંતર્ગત મોરબી ખાતે સ્ટેટ લેવલની હરીફાઈ નું આયોજન

MORBI:ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશિપ 2025 અંતર્ગત મોરબી ખાતે સ્ટેટ લેવલની હરીફાઈ નું આયોજન
વર્ષ 2020 થી ગુજરાતના ખેલાડીઓ એ આઈ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશિપના ભાગ લેવાનું શરૂ કરેલ જે બાદ ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક સ્પોર્ટ્સ ની શરૂઆત થઈ જે બાદ શિયાળુ અને ઉનાળુ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ભાગ લઈ અત્યાર સુધીમાં 16 જેટલા ગોલ્ડમેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરી ભારતભર માં ચેમ્પિયન બનેલ જેમાં મુખ્યત્વે મોરબી અને સુરતના ખેલાડીઓ અગ્રેસર રહેલ ત્યારે આગામી 23 અને 25 જાન્યુઆરીના રોજ શિયાળુ હરીફાઈ જમ્મુ કાશ્મીરમાં યોજવાની છે જેમાં ગુજરાત સ્ટેટ ટીમ જશે તેનું સિલેક્શન 27 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાનાર છે જેમાં ગુજરાતના ૧૦ થી ૧૨ જિલ્લામાંથી 90 થી ૧૦૦ ખેલાડીઓ ભાગ લેશે. જ્યારે આ ખેલની ખાસિયતે છે કે કોઈપણ ઉંમરના ખેલાડીઓ રાખેલમાં ભાગ લઈ શકે છે જેમાં મોરબીના ખેલાડીઓએ પણ ગોલ્ડ મેડલ મેળવીને મોરબીનું નામ રોશન કરેલ છે.







