MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા સખી મંડળની બહેનો તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ તથા આજીવિકા કેમ્પ યોજાશે

MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા સખી મંડળની બહેનો તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ તથા આજીવિકા કેમ્પ યોજાશે
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત સખી મંડળની બહેનો તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ તથા આજીવિકા કેમ્પનું આયોજન કરવામાં આવશે.
શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫ ની ઉજવણીના ભાગ રૂપે મોરબી મહાનગરપાલિકા યુ.સી.ડી. શાખા હેઠળ કાર્યરત દીનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી વિસ્તારના ડે- એન.યુ.એલ.એમ. યોજનાના સખી મંડળો તથા શહેર આજીવિકા કેન્દ્ર મારફત નોધાયેલ યોજનાકીય લાભાર્થી બહેનો માટે યુ.સી.ડી. શાખા દ્વારા તારીખ ૨૭/૧૨/૨૦૨૫ ના બપોરે ૩:૦૦ ના રોજ મોરબી મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે(રેન બસેરા) વાનગી સ્પર્ધા, મહેદી સ્પર્ધા, વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ માટે એક દિવસીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ શહેર આજીવિકા કેન્દ્ર મારફત બહેનો ને ઘરેબેઠા રોજગારી મળી રહે એ હેતુથી હેન્ડીક્રાફટ, ઇન્મીટેશન, તથા માટી કળા આધારિત પ્રવૃત્તિ કરવા માટે રોજગારલક્ષી એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે આ સ્પર્ધા તથા કેમ્પમાં ભાગ લેવા માટે નીચે મુજબના સ્થળ પર દિન -૨ માં રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર મારફત કરાવવાનું રહેશે. વધુ જાણકારી તથા રજીસ્ટ્રેશન માટે યુ.સી.ડી. શાખા, મોરબી મહાનગરપાલિકાની કચેરી મો. ૯૭૨૬૫૦૧૮૧૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.







