GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા જમ્મુ કશ્મીરના પહલગામ હુમલામાં મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી

 

 

MORBI:મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા
જમ્મુ કશ્મીરના પહલગામા હુમલામાં મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી

 

મોરબી ના દાઉદી વ્હોરા સમાજ દ્વારા
જમ્મુ કશ્મીર ખાતે થયેલ પહલગામા કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં આશરે 26 જેટલા ભારતીય નાગરિકો ની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા.
તેમના દુઃખ માં ભાગીદાર થવા

મોરબી શહેર મા આવેલ સૈફી મસ્જીદ ખાતે તારીખ ૨૫/૪/૨૦૨૫ ના રોજ મોરબીના આમિલ સાહેબ ના નૈતૃતવ માં શુક્રવાર ના દિવસે મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તદુપરાંત મૃતકોના સન્માનમાં ૨ મિનિટ મૌન પાળ્યું હતું.દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડી માં ઇશ્વર મૃતકોના પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરવા માં આવી હતી. આ અંગે નું આયોજન મોરબી અનજુમને સૈફી જમાઅત કમિટી દ્વારા કરવામાં આવેલ હતું

Back to top button
error: Content is protected !!