MORBI:વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ ઝડપીલીઘો
MORBI:વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ ઝડપીલીઘો
મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન પર છુટેલ અને જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને ઝડપી લેવા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ કાર્યરત હોય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકમાં છેતરપીંડીના ગુનામાં મોરબી જેલમાં રહેલ કેડી રમેશ રામસુભોગ પ્રજાપતિએ હાઈકોર્ટ અમદાવાદ ખાતેથી ૦૮ દિવસના વચગાળાના જામીન મેળવી તા. ૨૮-૦૨-૨૪ ના રોજ જેલમુક્ત થયો હતો જે કાચા કામના કેદીને રજા પૂર્ણ થતા તા. ૦૭-૦૩-૨૪ ના રોજ જેલ ખાતે પરત હાજર થવાનું હતું જેથી કેદી હાજર થયો નહિ અને જેલ ફરાર થયો હોય જે કાચા કામનો કેદી રમેશ પ્રજાપતિ હાલ મહારાષ્ટ્રના થાણે જીલ્લાના ઉલ્હાસનગર ખાતે હોવાની બાતમીને પગલે પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને ઝડપી લઈને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે