GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માં થી ગુમ થયેલા પટેલ યુવાન ની ઠંડા કલેજે હત્યા! મોરબીમાંથી ગુમ થયેલા ટ્રાન્સપોર્ટરને રૂપિયા પાછા ન આપવા પડે તે માટે હત્યા કરી હોવાની આરોપીની રિમાન્ડ દરમ્યાન કબૂલાત

 

 

MORBI:મોરબી માં થી ગુમ થયેલા પટેલ યુવાન ની ઠંડા કલેજે હત્યા! મોરબીમાંથી ગુમ થયેલા ટ્રાન્સપોર્ટરને રૂપિયા પાછા ન આપવા પડે તે માટે હત્યા કરી હોવાની આરોપીની રિમાન્ડ દરમ્યાન કબૂલાત

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર એક મહિના કરતાં વધુ સમયથી ગુમ થયો તેના ભાઈએ એક શખ્સની સામે અપહરણ કરીને ગુમ કરી દીધા ની ફરિયાદ નોંધાવેલી જે ફરીયાદ નાં આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી કરીને રિમાન્ડ મેળવ્યા હતા જેમાં જેની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે આરોપીએ ગુમ થયેલા યુવાનની હત્યા કરી નાખી હોવાની પોલીસને કબૂલાત આપતા પોલીસે આરોપીએ આપેલ માહિતી મુજબ માણેકવાડા ગામ નજીક ખાડો ખોદીને દાટી દીધેલ ટ્રાન્સપોર્ટરની લાશને કબ્જે કરી છે અને લાશ કોહવાય ગયેલ છે જેથી તેને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મોકલાવવામાં આવી છે.

Oplus_131072

પ્રાપ્ત થયેલી વિગત મુજબ‌ હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ કૈલા એ જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા રહે. હાલ મોરબી વાળાની સામે તેના નાના ભાઈ જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા રહે. આસોપાલવ સોસાયટી હળવદ વાળાના અપહરણની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેના ભાઈને મોરબીના ટિંબડી નજીક જે.આર. રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ હતો અને તે ગઇ તારીખ ૨૦-૬૨૦૨૪ બપોરનાં ૨-૦૦ વાગ્યાના અરસામાં મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સતનામ કોમ્પલેક્ષમાં આરોપીની ઓફીસે તેને ઉછીના આપેલા આઠ લાખ રૂપિયા લેવા માટે ગયો હતો અને ત્યાર બાદ ફરિયાદીના ભાઈના પત્નીના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને ત્યાર પછીથી ફરિયાદીનો ભાઈ ગુમ થઈ ગયો હતો. જીતેન્દ્ર ગજીયાએ તેના ભાઈ જીતેન્દ્રભાઇ કૈલા પાસેથી ધીરાણ ભરવા માટે આઠ લાખ રૂપિયા લીધેલા હતા અને ત્યાર બાદ જમીન લેવા માટે સોદાખત કરવાનુ કહી દસ લાખ રૂપિયા લીધેલા હતા અને આરોપીએ ફરિયાદીના ભાઈને ખોટુ સોદાખત બનાવીને તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ ગુનામાં પોલીસે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ આયદાનભાઇ ગજીયા જાતે બોરિચા રહે. ભક્તિનગર-૧ રવાભાઇ નાં મકાનમાં નાની વાવડી રોડ કબીર આશ્રમ પાસે મોરબી મૂળ રહે. ખાખરાળા વાળાની ધરપકડ કરેલી હતી. અને પોલીસે રિમાન્ડ પર લીધો હતો. ત્યારે તેને ગુમ થયેલા જીતેન્દ્ર કૈલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તપાસ અધિકારી નાં જણાવ્યા મુજબ આરોપીની ઓફિસે જીતેન્દ્ર કૈલા તેના રૂપિયા લેવા માટે ગયો હતો ત્યારે તેની આરોપીના કહેવા મુજબ ગળાટૂંપો આપીને હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ કોથળામાં લાશ મૂકીને તેની પોતાની જ ગાડીમાં તે લાશને મોરબી તાલુકાનાં માણેકવાડા ગામે લઈ જઈને જમીનમાં ખાડો ખોદીને લાશને દાટી દીધી હતી જો કે આરોપીએ જે સ્થળે લાશ દાટી હોવાનું કહ્યું હતું જેથી અધિકારીઓને સાથે રાખીને પોલીસ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જે લાશને પી.એમ. માટે મોરબી સિવિલે લઈ જવામાં આવી હતી.મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.

Oplus_131072

આરોપીએ પોલીસને ગુમરાહ કરવા પ્રયાસ કર્યો હતો 

હત્યાના આરોપીએ વેપારી મિત્રની હત્યા કર્યા બાદ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં હત્યાના બીજા દિવસે પોલીસ મથકે પહોચી મૃતક જીતેન્દ્ર કૈલા તેના ૧૦ લાખ લઈને ગામ મૂકી ભાગી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું તેમજ હત્યાની કબુલાત આપ્યા બાદ મૃતદેહ અંગે પૂછપરછમાં પણ માણેકવાડા ગામના સ્મશાનમાં લઇ જઈને મૃતદેહ સળગાવી નાખ્યાનું જણાવ્યું હતું દરેક વખતે આરોપીએ પોતાનું મગજ વાપરી પોલીસને ગુમરાહ કરવા ભરચક્ક પ્રયાસ કર્યા હતા જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા અને આરોપીના નિવેદન શંકાસ્પદ લાગતા સઘન તપાસ કરી સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો હતો અને મિત્રની પૈસાની લેતીદેતીમાં હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા ૪ દિવસના રિમાન્ડ મંજુર થયા છે

Oplus_131072

Back to top button
error: Content is protected !!