અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રાજભા ગઢવીના વિરોધમાં ભિલોડામાં સૂત્રોચ્ચાર તેમજ પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો
ગાયક કલાકાર રાજભા ગઢવી દ્વારા આદિવાસી સમાજ અને વિસ્તાર ને બદનામ કરવા ના નિવેદન બાબતે ભિલોડા ખાતે વિરોધ,
રાજભા ગઢવી ના નિવેદન થી સમગ્ર ગુજરાત અને ભારત દેશના સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ ની લાગણી ફેલાઈ છે.ગુજરાત રાજય નો આદિવાસી સમાજ શાંતિપ્રિય સમાજ છે. આદિવાસી સમાજ અઢારે આલમ સાથે હંમેશા હળી મળી ને રહેનારો સમાજ છે. ડાંગ જિલ્લાના સાપુતારા અને આજુ-બાજુ ના વિસ્તારમાં હજારો લોકો ફરવા આવે છે પણ કયારેય કોઈ પણ આદિવાસી દ્વારા કોઈ ને લૂંટવામાં આવ્યા નથી કે નથી કપડાં કાઢી લેવામાં આવ્યા નથી, ભૂખ્યા ને ભોજન તરસ્યા ને પાણી અને ભટકેલા ને સાચો માર્ગ બતાવવો એ આ આદિવાસી સમાજની સંસ્કૃતિ છે. રાજભા ગઢવીની આ ટિપ્પણી થી આદિવાસી સમાજ નું ધોર અપમાન છે. જો રાજભા ગઢવી માફી નહિ માંગે તો સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજ દ્વારા ધરણા રોડ રસ્તા પર આવી આંદોલન કરવામાં આવશે, જે અન્વયે કાયદેસર ની કાર્યવાહી કરવા હેતુ સમગ્ર ગુજરાત રાજયના આદિવાસી સમાજની લાગણી અને માંગણી સાથે ભિલોડા ખાતે આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે સાહિત્યકાર રાજભા ગઢવી ના વિવાદાસ્પદ નિવેદનને લઈને આદિવાસી સમાજમાં ઉગ્રરોસ જોવા મળ્યો જેમાં ભિલોડા તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્વારા રોડ પર ચક્કા ગામ તેમજ રાજભા ગઢવીના વિરોધમાં સૂત્રોચ્ચાર તેમજ પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો