GUJARATJUNAGADHKESHOD

માંગરોળ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિલેશભાઈ સોમૈયા ને ફરી રીપીટ કરતા ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી

માંગરોળ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિલેશભાઈ સોમૈયા ને ફરી રીપીટ કરતા ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી

જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ જિલ્લા તાલુકા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરેલ છે જેમાં માંગરોળ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિલેશભાઈ સોમૈયા ને ફરી રીપીટ કરતા ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી કાર્યકર્તાઓ દ્વારા પુષ્પગુચ્છ અને ફુલહારકારી સૌ કોઈ મોહમીઠા કર્યા હતા લિનેશભાઈ સોમૈયા ની કામગીરી બિરદાવી ફરી ભાજપ જિલ્લા આગેવાનો દ્વારા રીપીટ કરાતા આગેવાનોમાં ભારેખુશી જોવા મળી હતી. માંગરોળ શહેરમાં ગત વર્ષની જેમ ફરી શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણુક કરાતા આજરોજ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે રાજકીય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો દ્વારા લિનેશભાઈ સોમૈયા ને શુભેચ્છા પાઠવતા પુષ્પગુચ્છ ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપ પક્ષે વિશ્વાસ રાખી ફરી જવાબદારી આપવા બદલ લિનેશભાઈ સોમૈયા દ્વારા પક્ષનું અને સૌ ઉપસ્થિત લોકોનું આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!