BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાય

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજનના સભાખંડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના આદિજાતિ વિકાસ મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત સદર બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫નાં આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના નવ તાલુકાઓમાં આદિજાતી વસ્તીના પ્રમાણમાં ગુજરાત પેટર્ન ૯૬ ટકામાં રૂા. ૧૮૬૭.૫૧ જોગવાઈ સામે રૂપિયા ૧૯૨૪.૬૩ લાખના કુલ ૫૨૬ કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડી.કે.સ્વામી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!