GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:અમિત શાહના રાજીનામાની માગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પત્ર

MORBi:અમિત શાહના રાજીનામાની માગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પત્ર

 

 

ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.

ભારતીય જનતા પાર્ટીની બંધારણ વિરૂધ્ધની માનસિકતા દેશના સર્વોચ્ય ગૃહમાં ઉજાગર થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તા.૧૭ ડિસેમ્બ ૨, ૨૦૨૪ ના રોજ રાજયસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની અવગણના કરીને કહ્યું હતું કે, “આંબેડકર, આંબેડકર, આંબેડકર ” જે ભારતીય નાગરીકો તથા સંવિધાનના અપમાનજનક છે. ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે આ પ્રકારનું નિવેદન ભારતના ગૃહમંત્રી તરફથી કરવામાં આવ્યું તે ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે પ્રેમ, સન્માન અને શ્રધ્ધા ધરાવતા તમામ ભારતીય નાગરીકોનું અપમાન છે, ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે સર્વોચ્ય લાગણી ધરાવતા બહુજન સમુદાયનું અપમાન છે અને સાથે સાથે ભારતના બંધારણનું અપમાન છે.

જેથી આવા અશોભનીય શબ્દો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મુખે નિકળેલ હોય, આવા શબ્દોથી ભારતીય નાગરીકોની ગરીમાને ઠેસ પહોચાડેલ હોય, આવા શબ્દો બોલતા પહેલા તેમને એક હજાર વખત વિચાર કરવો જોઈએ. જેથી ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે અશોભનીય શબ્દો ઉચ્ચારી અમારી લાગણીઓને ઠેસ પહોચાડેલ હોય, ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને રાજયપાલને રજુઆત ક૨વામાં આવી છે કે દેશના ગૃહમંત્રીએ રાજીનામું આપવુ જોઈએ અથવા માફી માંગવી જોઈએ.

Back to top button
error: Content is protected !!