MORBI:મોરબી તાલુકાના 8 ગામોના ખેડૂતો અને સરપંચ એસો. દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

MORBI:મોરબી તાલુકાના 8 ગામોના ખેડૂતો અને સરપંચ એસો. દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
રજુઆતમાં જણાવાયુ હતું કે અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે બદલાયેલા વાતાવરણને કારણે ઋતુચક્રમાં બદલાવ આવ્યો છે. ગમે ત્યારે વરસાદ-ચક્રવાતનું પ્રમાણ અને અનિયમિતતા વધી રહી છે. ચક્રવાત અને કમોસમી વરસાદને કારણે ખેડૂતને વારંવાર નુકસાન થઈ રહ્યું છે અને વારંવાર થતા નુકસાનને કારણે જગતનો તાત -અન્નદાતા દેવાદાર થતો જાય છે. પરંતુ ખેડૂતને થતું નુકસાન સહયથી ભરપાઈ થઈ શકે નહિ.
ખેડૂત દેવામાં ડૂબતો જાય છે. આવી પરિસ્થિતિમા ખેડૂતને દેવામુક્ત કરવા માટે સરકારે એકવાર દેવું માફ કરવું જોઈએ. બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરી કરકસર કરી તે નાણાં ખેડૂત પાછળ ખર્ચી ખેડૂતોને દેવામુક્ત કરવા જોઈએ. જેથી ખેડૂત કરી બેઠો થઈ શકે અને ઉમંગમા આવી ખેતી કરતો થાય. તે માનવ જીવન માટે ખુબજરૂરી છે. નહીતર ખેતીથી ખેડૂત દુર ભાગતો થશે, ખેતી ઓછી થતી જશે તો ખુબ મોટી સમસ્યાઓનું નિર્માણ થશે.આ રજુઆતમાં જીકિયારી, ઉંચી માંડલ, નીચી માંડલ,આંદરણા, વાંકડા, ખરેડા, શનાળા તળાવીયા અને ચકમપર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.










