MORBI:મોરબી કાયદાનું પાલન માટે સક્ષમ અધીકારીની નીમણૂક કરવા સીલીકોસીસ પીડીતનું કલેકટર કચેરીએ આવેદન
MORBI:મોરબી કાયદાનું પાલન માટે સક્ષમ અધીકારીની નીમણૂક કરવા સીલીકોસીસ પીડીતનું કલેકટર કચેરીએ આવેદન
કાયદાના શાસનનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તી – પછી તે ગમે તે હોદ્દા પર હોય, ધનવાન હોય કે ગરીબ – કોઈ કાયદાથી પર નથી, મોરબીમાં સીરામીક એકમમાં કામ કરવાને કારણે વ્યવસાયીક બીમારી – સીલીકોસીસ થવો અને તે કારણે મોત થાય તે કાયદાના પાલનની વિફળતા દર્શાવે છે. સીલીકોસીસ પીડીતો જ્યારે વળતર દાવો કરવા વીચારે છે ત્યારે પણ કાયદાના પાલન ન થવાને કારણે કામદારો વળતર દાવો કરી શકશે કે નહી તે અંગે પ્રશ્ન ઊભા થાય છે. મોરબી સ્વાસ્થ્ય અને સલામતી વિભાગના અધીકારી જે કાયદાનું પાલન કરાવી શકતા નથી તેનો આથી મોટો બીજો કોઇ પુરાવો ન હોઇ શકે. ઘણા કામદારો સીલીકોસીસના કારણે મુરતયું પામ્યા છે અને હજી કેટલા ઝૂઝમી રહ્યા છે. મજૂર કાયદાનું પાલન કરાવી શકતા ન હોય તેવા અધીકારીઓથી મોરબીને મુકત કરો અમને એ પણ ડર છે કે આ અધીકારી કોઈ પણ ક્ષેત્રમાં જશે પોતે કામદાર સાથે અન્યાય કરશે જેવો અન્યાય અમારા બધા જોડે કર્યો અને કરે છે.
સીલીકોસીસ પીડીતે વધુમાં જણાવ્યું કે મોરબી ડીસ કચેરીના યુ.જી.રાવલને અમે કાયદાના પાલન કરાવવા બાબતે જ્યારે કાઈ કહીએ તો પોતાની અપંગતા અને પોતાની માંદગીની વાતો કરવા લાગે સાથે ઘણી વાર તો મોઢા માંથી એવા અવાજ કાઢે કે આપણે લાગે કે સીલીકોસીસ દર્દી કરતાં વધારે તો આમને સારવારની જરૂર છે. તથા એવી શંકા વ્યક્ત કરી છે કે મોરબી ડીસ કચેરીના અધીકારીઓની ઈડી કે અન્ય ભ્રષ્ટાચાર વિરોધી અધીકારી જો તપાસ કરે તો ઘણું જાણવા મળીએ શકે છે કે કાયદાનું પાલન કેમ નહીં થતું.
સીલીકોસીસના કેસ સતત વધતાં જાય છે અને મોરબીના લાખો કામદારો ઉપર સીલીકોસીસ જેવી જીવલેણ બીમારીનું જોખમ હોય ત્યારે આ પ્રકારે વર્તન કરતાં અધીકારી શું ખરેખર આ લાખો કામદારોના સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાન રાખી શકવામાં સક્ષમ છે આ પ્રશ્નનું નિરાકરણ કરવું જરૂરી છે કેમ કે અન્યથા લાખો કામદારનું જીવન જોખમાય તેવી પરીસ્થિતી નિર્માણ થઈ શકે છે.