BANASKANTHAKANKREJ

એસ.આર.પી.જવાનનું રાધનપુર બસ સ્ટેન્ડ પાસે હાર્ટ એટેકથી મોત થતાં ભારે ગમગીની છવાઈ

કાંકરેજ તાલુકાના આકોલીના એસ.આર.પી.જવાનનું રાધનપુર બસ સ્ટેન્ડ પાસે હાર્ટ એટેકથી મોત થતાં ભારે ગમગીની છવાઈ, પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી ના પટેલ હસમુખભાઈ દાનાભાઈ ૨૦૧૧ માં નોકરી પર લાગ્યા હતા જેઓ ગત તારીખ ૩૧/૫/૨૦૨૪ ના રોજ કચ્છના ભચાઉ ખાતે ફરજ ઉપર હાજર થવા જતા હતા. ત્યારે રાધનપુર બસ સ્ટેન્ડ પાસે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા હતા.મૃત્યુના સમાચાર વતન આકોલી ગામમાં થતા ભારે શોકની કાલિમા છવાઈ હતી.૧૩ વર્ષથી સિકયુરિટી રિઝર્વ પોલીસ માં ફરજ બજાવતા હતા.૪૩ વર્ષીય એસ.આર.પી.જવાનનો પુત્ર જેની ઉમર આશરે ૧૪ વર્ષની છે સુખી સંપન્ન લગન જીવન માત-પિતા ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે જેમાં એક નાનો ભાઈ ઇલેક્ટ્રિક નું કામ કરે છે.યુવાન વયે નિધન થતાં
પરિવાર ઉપર આભ ફાટ્યું છે. સમગ્ર ગામ એસ.આર.પી જવાન શહીદ થઈ જતાં હીબકે ચડ્યું હતું.ભચાઉ ખાતે ફરજ ઉપર હાજર થવા જતા હતા જેમાં રાધનપુર બસ સ્ટેન્ડ પાસે હાર્ટ એટેક આવતા મોત થયું હતું ત્યારે કચ્છ એસ.આર.પી.ગ્રુપ ૧૬ ના હસમુખ પટેલના મૃતદેહ ને રાધનપુર હોસ્પિટલમાં પી.એમ. અર્થે મોકલી આપવામાં આવ્યો હતો અને પોતાના પરિવારને જાણ કરી ને શબવાહિની માં પાર્થિવ દેહને માદરે વતન આકોલી ખાતે લાવવામાં આવ્યો હતો. સ્મશાન યાત્રામાં વિશાળસંખ્યામાં લોકો જોડાયા હતા.ગાર્ડ ઓફ ઓનર આપી એસ.આર.પી. જવાનને સલામી આપી અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં મૃતકના પિતા દાનાભાઈ પટેલ અને એમના પુત્ર એ પુષ્પાંજલિ અર્પણ કરી અગ્નિસંસ્કાર કરવામાં આવતા સ્વ.નો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થયેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!