GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આર્યગ્રામ સોસાયટીમાં રસ્તાના પ્રશ્ને વેપારી પર પથ્થરમારો, પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ

 

 

MORBI:મોરબી આર્યગ્રામ સોસાયટીમાં રસ્તાના પ્રશ્ને વેપારી પર પથ્થરમારો, પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ

 

​મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલી આર્યગ્રામ સોસાયટી વિસ્તારમાં રસ્તાના સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીના રસ્તે ચાલવા જેવી બાબતે થયેલા ઝઘડામાં એક વેપારી પર પથ્થરમારો કરી, ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

​મળતી માહિતી મુજબ, મોરબીના પંચાસર રોડ પર આવેલી રાજનગર સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય વેપારી મુકેશભાઈ ગોવિંદભાઈ પારેજીયા અને તેમના સાથીદાર પોતાની સોસાયટી (સનાતન ગ્રામ)માં જવા માટે આર્યગ્રામ સોસાયટીના ગેટ પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન ત્યાં રહેતા અમુક શખ્સોએ આ રસ્તા પર ચાલવાની મનાઈ કરી ગાળાગાળી શરૂ કરી હતી ​ભોગ બનનાર વેપારીએ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે: ચીરાગભાઇ ધરમસીભાઇ વડસોલા,​કોમલબેન જયશુખભાઇ પનારા,​અલ્પાબેન ચીરાગભાઇ વડસોલા,​રાકેશભાઇ કાંતીભાઇ મેરજા
(તમામ રહે. આર્યગ્રામ સોસાયટી, સનાળા ધુનડા રોડ, મોરબી)ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ ઉશ્કેરાઈને વેપારીને બિભત્સ ગાળો આપી હતી. આ દરમિયાન ચીરાગભાઇ વડસોલાએ મુકેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરના છૂટા ઘા કર્યા હતા, જેમાં મુકેશભાઈને ડાબા હાથે ઇજા પહોંચી હતી.આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મુકેશભાઈની ફરિયાદના આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!