MORBI:મોરબીના શનાળા રોડ પર કારના કાચ તોડી નુકસાન કરનાર CCTV ફૂટેજમાં કેદ થયા અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

MORBI:મોરબીના શનાળા રોડ પર કારના કાચ તોડી નુકસાન કરનાર CCTV ફૂટેજમાં કેદ થયા અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
મોરબી શહેરના વ્યસ્ત ગણાતા શનાળા રોડ અને શક્તિ પ્લોટ વિસ્તારમાં તસ્કરો કે અસામાજિક તત્વોનો ફાળો વધતો જતો હોય તેમ લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે એક બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકા વડે બે મોંઘીદાટ કારના કાચ ફોડી નાખી અંદાજે ₹14,000નું નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
મોરબીની રબારી કોલોની સામે રહેતા અને બ્લુ ડાર્ટ એક્ષપ્રેસમાં ડ્રાઈવિંગ કરતા કાનાભાઈ પાલાભાઇ ડાંગરે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ૧ માર્ચના રોજ વહેલી સવારે જ્યારે તેઓ ઓફિસે પહોંચ્યા ત્યારે જોયું કે તેમની ગાડી (GJ 03 BZ 4949) ના કાચ તૂટેલા હતા.
સીસીટીવીમાં કેદ થયો આતંક
ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે:
વહેલી સવારે ૦૨:૪૨ કલાકે. એક જ મોટરસાયકલ પર ત્રણ સવાર શખ્સો આવ્યા હતા.હાથમાં રહેલા ધોકા વડે કારના મેઈન કાચ પર ફટકા મારી પળવારમાં કાચ તોડી નાખ્યા હતા.
અંધારાના કારણે બાઈકનો નંબર પ્લેટ સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી.
બીજી કારને પણ નિશાન બનાવી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટોળકીએ માત્ર એક જ નહીં, પરંતુ શક્તિ પ્લોટ-૨ માં રહેતા જીગ્નેશભાઈ બુદ્ધદેવની કાર (GJ 36 B 0049) ને પણ નિશાન બનાવી હતી. તેમના ઘર પાસે પાર્ક કરેલી કારના કાચ પણ આ જ રીતે તોડી નાખવામાં આવ્યા હતા.મોરબી પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.








