HALVAD:હળવદ: મેરૂપર ગામે નવજાત શિશુને ત્યજી દેવા મામલે પોલીસ ફરિયાદ.

HALVAD:હળવદ: મેરૂપર ગામે નવજાત શિશુને ત્યજી દેવા મામલે પોલીસ ફરિયાદ.
હળવદ તાલુકાના મેરૂપર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા માતા-પિતાએ પોતાના નવજાત શિશુને ત્યજી દીધું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, મેરૂપર ગામમાં ભવાની હાર્ડવેરની બાજુમાં આવેલા અવેડા પાસે, ગટરની નજીક એક ઉકરડામાં નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પોતાના પાપને છુપાવવા અથવા અન્ય કોઈ કારણસર અજાણ્યા માતા-પિતાએ માસૂમ જીવને જીવિત અથવા મૃત અવસ્થામાં છુપાવવાના ઈરાદે ત્યાં છોડી દીધું હતું.
સ્થાનિક સ્તરે આ બાબતની જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અજાણ્યા માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી રહી છે.









