MORBI:મોરબી જીલ્લા માં કોઈ ખેડૂતના ખેતર માં પોલીસ પ્રોટેક્શન સહન નહીં થાય: મહેશ રાજકોટીયા

MORBI:મોરબી જીલ્લા માં કોઈ ખેડૂતના ખેતર માં પોલીસ પ્રોટેક્શન સહન નહીં થાય: મહેશ રાજકોટીયા
મોરબી જીલ્લા માં જેટકો કંપની ની ૨૨૦kv વીજલાઈન ની કામગીરી ચાલુ છે. ગત રોજ વાંકાનેર તાલુકા ના મેસરીયા ગામે જેટકો કંપની કામગીરી કરવા માટે પોલીસ પ્રોટેક્શન લઈ ને ખેડૂતો ના ખેતર માં પહોચી હતી. ખેડૂતો એ મહેશ રાજકોટીયા ને જાણ કરી હતી ત્યારે સ્થળ ઉપર પહોચી ને જેટકો કંપની ના અધિકારીઓ ને ઉધડા લીધા હતા.
મહેશ રાજકોટીયા એ જણાવ્યું હતું કે, “મારા જીલ્લા માં કોઈ ખેડૂતના ખેતર માં પોલીસ પ્રોટેક્શન સહન નહીં થાય. ખેડૂત ના ખેતર માં પોલીસ પ્રોટેક્શન લઈ ને શું કામ આવ્યા છો?? કલેક્ટર ને શુદ્ધ ગુજરાતી માં કહેવા માં આવેલ છે કે મારા જીલ્લા માં પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં ના આવે છત્તા શું કામ તમને આપવામાં આવ્યું.”
અંતે મહેશ રાજકોટીયા એ સંપૂર્ણ કામગીરી બંધ કરાવી હતી અને હવે પોલીસ પ્રોટેક્શન લઈ ને ખેતર માં પ્રવેશ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી હતી. દાદાગીરી હરગીસ ચલાવીશું નહીં ત્યારે જેટકો કંપની ને કામ બંધ કરવાની ફરજ પાડી હતી.









