MORBI:મોરબી રણછોડનગર પાસે મફતિયાપરામાં પોલીસનો દરોડો, જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

MORBI:મોરબી રણછોડનગર પાસે મફતિયાપરામાં પોલીસનો દરોડો, જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા
મોરબી: શહેરના બી ડિવિઝન પોલીસ મથકની ટીમે રણછોડનગર વિસ્તારમાં આવેલા મફતિયાપરામાં દરોડો પાડીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા ૭૬,૩૫૦ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે રણછોડનગર પાસે અમૃતપાર્ક નજીક આવેલા મફતિયાપરા વિસ્તારમાં કેટલાક ઈસમો એકઠા થઈ જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત રેઇડ કરતા જુગારધામનો પર્દાફાશ થયો હતો.
ઝડપાયેલા આરોપીઓ ,અસલમભાઇ કાસમભાઇ દલવાળી (ઉ.વ.૩૬, રહે. મહેન્દ્રપરા ઘાંચી શેરી) વીમલભાઇ ઉર્ફે વીપુલ નટુભાઇ સોલંકી (ઉ.વ.૪૪, રહે. વાવડી રોડ, ઉમિયા સોસાયટી) રાજેશકુમાર સુભાષભાઇ ચોબે (ઉ.વ.૩૬, રહે. મહેન્દ્રપરા ચોક, શેરી નં.૧૪) દાઉદભાઇ ગનીભાઇ પીપરવાડીયા (ઉ.વ.૪૪, રહે. લાતી પ્લોટ, શેરી નં.૧૨)યાકુબખાન અબ્દુલખાલીબ ખાન (ઉ.વ.૪૪, રહે. રણછોડનગર, અમૃતપાર્ક)આર્યન બાલુભાઇ ખીટ (ઉ.વ.૧૯, રહે. મહેન્દ્રપરા, મોરબી) પોલીસે તમામ આરોપીઓ પાસેથી કુલ રૂ. ૭૬,૩૫૦ની રોકડ જપ્ત કરી છે. આ મામલે બી ડિવિઝન પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.









