MORBI:મોરબીમા શ્રમિકના મૃત્યુ કેસમાં રાજકારણ ગરમાયું: લુકાસો સિરામિકના માલિકો સામે કાર્યવાહીની માંગ.

MORBI:મોરબીમા શ્રમિકના મૃત્યુ કેસમાં રાજકારણ ગરમાયું: લુકાસો સિરામિકના માલિકો સામે કાર્યવાહીની માંગ.
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલી લુકાસો સિરામિક ફેક્ટરીમાં શ્રમિકના શંકાસ્પદ મૃત્યુના મામલે હવે રાજકીય માહોલ ગરમાયો છે. સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયા છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાનમાં આવ્યા છે અને પોલીસ તંત્રને આડે હાથ લીધું છે.
ગત ૧૧ તારીખના રોજ લુકાસો સિરામિક ફેક્ટરીમાં પતરા ઉતારવાનું કામ કરી રહેલા વિક્રમભાઈ પરસોત્તમભાઈ પાટડીયા નામના શ્રમિકનું ઊંચાઈ પરથી પડી જવાથી મોત થયું હતું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે ફેક્ટરી માલિક અને કોન્ટ્રાક્ટરોએ સત્ય હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મૃતકના સાળાએ ફેક્ટરી માલિક જિતેન્દ્ર અને અંબારામ રંગપરિયા સહિત રાજકોટના ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યની ગર્જના બનાવની ગંભીરતા જોતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગઇકાલે મોરબી દોડી આવ્યા હતા. તેમણે મૃતકના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ તેઓ સીધા જ મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને PI સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.”શ્રમિકના મોતને ૧૦ દિવસ વીતવા છતાં હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર કેમ છે?” તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
ધારાસભ્યએ પોલીસને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે:જો ૨૪ કલાકમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભા સત્રમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવશે.ગરીબ શ્રમિકને ન્યાય અપાવવા માટે જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે.હાલમાં પાંચેય આરોપીઓ ફરાર હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે પોલીસ પર ધારાસભ્યના દબાણ બાદ હવે કેવી કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.











