GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગોર ખીજડિયામાં પ્રદૂષણનો રાફડો ફાટ્યો; ગ્રામજનોએ GPCBને ‘બંદ’ કરાવવા સોમવારનું અલ્ટિમેટમ આપ્યું 

 

MORBI:મોરબીના ગોર ખીજડિયામાં પ્રદૂષણનો રાફડો ફાટ્યો; ગ્રામજનોએ GPCBને ‘બંદ’ કરાવવા સોમવારનું અલ્ટિમેટમ આપ્યું

 

 

કેમિકલ ઓકતી પેપર મિલો સામે ગ્રામજનોનો જંગ: ‘બંધ કરો બંધ કરો પેપર મિલો બંધ કરો’

મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડિયા ગ્રામપંચાયત વિસ્તારમાં ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા ગંભીર પ્રદૂષણના મુદ્દે સ્થાનિકોએ હવે આરપારની લડાઈના મૂડમાં છે. કેમિકલ ઓકતી પેપર મિલોના દૂષણથી ત્રસ્ત ગ્રામજનોએ આક્રમક રીતે ‘પેપર મિલો બંધ કરો’ ના નારા સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને સોમવાર સુધીનું અંતિમ અલ્ટિમેટમ આપી દીધું છે.

સોમવાર સુધીમાં પરિણામ નહીં તો મંગળવારે ભૂખ હડતાળ
ગ્રામજનોએ જણાવ્યું કે પ્રદૂષણની સમસ્યા લાંબા સમયથી ગામના પર્યાવરણ અને સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે, છતાં તંત્ર નિષ્ક્રિય છે. આ પરિસ્થિતિને જોતાં, ગ્રામપંચાયત દ્વારા GPCB ને ચોક્કસ પરિણામ લાવવા માટે સોમવાર, તા. ૦૩/૧૧/૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવ્યો છે.મંગળવારથી આંદોલન: જો GPCB દ્વારા સોમવાર સુધીમાં મિલો વિરુદ્ધ કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે અને પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો મંગળવાર, તા. ૦૪/૧૧/૨૦૨૫ થી સર્વે ગ્રામજનો સામૂહિક ભૂખ હડતાળ (આમરણાંત ઉપવાસ) પર ઉતરશે.
રસ્તા રોકોની ચીમકી: ભૂખ હડતાળ છતાં પણ તંત્ર કોઈ પગલાં નહીં ભરે તો, ગ્રામજનોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવતા રસ્તા રોકો આંદોલન કરીને “સૂતેલી GPCB ને જગાડવાનો કાર્યક્રમ” આપવાની ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિકોના સ્વાસ્થ્ય અને ખેતી જોખમમાં
ગોર ખીજડિયા વિસ્તારમાં આવેલી આ પેપર મિલો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને હવામાં અને પાણીમાં છોડવામાં આવતા કેમિકલ યુક્ત પ્રદૂષકોને કારણે સ્થાનિકોના આરોગ્યને ગંભીર અસર પહોંચી રહી છે. આ ઉપરાંત, કેમિકલ મિશ્રિત પાણીના કારણે આસપાસની ખેતીની જમીન અને ભૂગર્ભ જળ પણ દૂષિત થયા છે.સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે હવે પ્રદૂષણ સહન કરવું શક્ય નથી અને જો તંત્ર વહેલી તકે કડક પગલાં નહીં ભરે તો આ આંદોલન માત્ર ગોર ખીજડિયા પૂરતું સીમિત નહીં રહે અને આસપાસના અન્ય પ્રદૂષણગ્રસ્ત ગામો પણ તેમાં જોડાશે.

Back to top button
error: Content is protected !!