TANKARA:ટંકારાના હમીરપર ગામના ખેડૂત પ્રૌઢે વ્યાજખોરોના ત્રાસથી જીંદગી ટુંકાવી:બે સામે ગુન્હો નોંધાયો
TANKARA:ટંકારાના હમીરપર ગામના ખેડૂત પ્રૌઢે વ્યાજખોરોના ત્રાસથી જીંદગી ટુંકાવી:બે સામે ગુન્હો નોંધાયો
ટંકારાના હમીરપર ગામે ગઈ તા. ૧૭ ડિસેમ્બરના રોજ વાડીમાં લીંબડાના ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લેનાર ૫૩ વર્ષીય પ્રૌઢને વ્યાજખોરો દ્વારા અવાર નવાર મોતનો ભય બતાવી વ્યાજની ઉઘરાણી કરી મરવા મજબુર કર્યા અંગે મૃતકના પત્ની દ્વારા બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે ટંકારા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા અને બોલેરો તથા ખેતી કરતા ગોપાલભાઈ વેલજીભાઈ ચીકાણી ઉવ.૫૩ નામના ખેડૂતે ગઈ તા. ૧૭/૧૨ના રોજ પોતે વાવવા રાખેલ વાડીએ લીંબડાની ડાળીએ દોરડું બાંધી આપઘાત કરી લીધાના બનાવ બાદ મૃતકના પત્ની ભાવનાબેન ગોપાલભાઈ ચીકાણી ઉવ.૫૦ એ વ્યાજખોરોના ત્રાસને કારણે તેમના પતિએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ અત્રેના પોલીસ મથકમાં નોંધાવી છે.વધુમાં ભાવનાબેન દ્વારા પોતાની ફરિયાદના આરોપી ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે.દહીસરા(ખીરસરા) તા.માળીયા(મી) વાળાએ મૃતક ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી સાથે બળજબરી કરી જમીનનુ રુ.૨૩.૨૩ લાખનુ સાટા ખત કરાવી જે સાટા ખત પેટે રુ.૧૦ લાખ ચેકથી આપી જેનુ વ્યાજ રુ.૦૫ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવતા તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તથા આરોપી રાહુલભાઈ બચુભાઈ સવસેટા રહે.રાજકોટ લાભદિપ સોસાયટી સેરી નં.૦૩એ ફરીયાદીના પતિને પ્રોમીસરી નોટ લખાવી રુ.૨૦ લાખ આપી તેનુ વ્યાજ ૧૦ % લેખે લેતા હતા જેના બદલામાં મૃતક ગોપાલભાઈએ તેને રુ.૨૪ લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપવા છતા ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી મોતનો ભય બતાવી તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આમ ઉપરોક્ત બન્ને આરોપીઓ ફરિયાદી ભાવનાબેનના પતિને મોતનો ભય બતાવી ઉચા પઠાણી વ્યાજની ઉઘરાણી કરી મરવા મજબુર કર્યા હતા, જેથી મૃતક ગોપાલભાઈને લાગી આવતા પોતાની જાતે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ નોંધાવી છે, હાલ ટંકારા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ. કલમ તથા ગુજરાત નાણા ધીરધાર કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.