GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલીકાના પંટાગણમાં ડો.બાબા સાહેબની પ્રતિમાની સાફસફાઈ કરી રંગરોગાન કરવા લેખિતમાં રજૂઆત

MORBI:મોરબી મહાનગરપાલિકાના પંટાગણમાં ડો.બાબા સાહેબની પ્રતિમાની સાફસફાઈ કરી રંગરોગાન કરવા લેખિતમાં રજૂઆત

મોરબી મહાનગરપાલીકાના પટાંગણમાં બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા આવેલ છે. જે પ્રતિમા તથા તેમની ફરતે આવેલ જગ્યાની સાફસફાઈ કરી રંગરોગાન કરવા માગ સાથે મોરબી મહાનગરપાલિકાના કમિશનર ને લેખિતમાં રજૂઆત કરી

Oplus_131072

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પ રાજસિંહ જાડેજા જણાવ્યા અનુસાર મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં આવેલ અંદાજીત ૧૯(ઓગણીસ) પ્રતિમાઓને રીનોવેશન કરી રંગરંગાન કરવામાં આવતું હોય ત્યારે મોરબી મહાનગરપાલીકાના પટાંગણમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ૨૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિને પણ સાફસફાઈ પણ કરવામાં આવેલ ન હોય ક્યાંકને કયાંક ભેદભાવ રાખવામાં આવી રહેલ હોય તેવું જોવા મળેલ છે. જેથી મહાનગરપાલીકાના પટાંગણમાં આવેલ ડો.બાબા આંબેડકરજીની પ્રતિમાની આજુબાજુની જગ્યામાં સાફસફાઈ તથા રંગરોગાન કરવું એ આપની એક નૈતિક ફરજ છે. જેથી ઉપરોક્ત બાબતે ગંભીર નોંધ લઈ તાત્કાલીક ધોરણે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા તથા તેમની જગ્યામાં સાફસફાઈ કરી રંગરોગાન કરવા માગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!