MORBI:ગુજરાત રાજ્યમાં સીલીકોસીસ પુનર્વસન નીતી ઘડવા ધારાસભ્ય સમક્ષ સીલીકોસીસ પીડીત સંઘ, મોરબીની રજૂઆત.

MORBI:ગુજરાત રાજ્યમાં સીલીકોસીસ પુનર્વસન નીતી ઘડવા ધારાસભ્ય સમક્ષ સીલીકોસીસ પીડીત સંઘ, મોરબીની રજૂઆત.
રાષ્ટ્રીય માનવ અધીકાર પંચે ( NHRC ) ૨૦૧૭માં ગુજરાત સરકારને સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી ઘડી લાગુ કરવા ભલામણ કરેલ છે.
તારીખ – ૦૨/૦૭/૨૦૨૪ના રોજ સીલીકોસીસ પીડીત સંઘના પ્રતીનીધી મંડળે મોરબી ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાના કાર્યાલયની મુલાકાત લીધી. અગાઉ તા ૨૪/૦૪/૨૦૨૪ ના રોજ પીડીત સંઘ દ્વારા ધારાસભ્યશ્રીની મુલાકાત કરી સીલીકોસીસ પીડીતોની પરીસ્થિતિ જણાવી હતી. ત્યારે ચર્ચા થતાં માનનીય ધારાસભ્ય કાંતીભાઈએ આપણે જણાવ્યું હતું કે જે જે રાજ્યોમાં સીલીકોસીસ પુનર્વસન નીતી હોય તેની વીગત મને આપશો તો હું વીધાનસભામાં રજુઆત કરીશ.
૨ જુલાઇના રોજ ધારાસભ્યશ્રીના કાર્યાલયની મુલાકાત લીધી ત્યારે તેઓ હાજર ન હતા પણ તેમના મદદનીશને મળીને રાજસ્થાન, ઝારખંડ, પ.બંગાળ, હરીયાણા, છત્તીસગઢ રાજ્યની રાજ્ય સરકારોએ પોતાના રાજ્યના સીલીકોસીસ પીડીતોના પુનઃવસન માટે ઘડેલી નીતીઓની નક્લ સુપરત કરી હતી.
મોરબીનો સીરામીક ઉધ્યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે, સીરામીક ઉધ્યોગમાં અમુક વીભાગોમાં કામ કરનાર કામદારોને માંથી ફેફસાંના ગંભીર રોગ સીલીકોસીસનું જોખમ રહેલું છે. સીલીકોસીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી રહી છે. કેટલાક કામદારો સીલીકોસીસને કારણે નાની વયે મૃત્યુ પામ્યા છે. આ બીમારીથી આજ સુધી ઘણા કામદારો મૃત્યુ પામ્યા છે પણ તેના સત્ત્તાવાર આંકડાં પ્રસાશન પાસે ઉપલબ્ધ નથી.
રાજસ્થાન સરકાર , પશ્ચિમ બંગાળ સરકાર , હરીયાણા સરકાર , ઝારખંડ સરકાર , છત્તીસગઢ સરકાર સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી બનાવેલ છે અને લાગુ કરેલ છે તેવી રીતે ગુજરાત સરકાર પણ ઘડી અને લાગુ કરે તેવી માગણી ઘણા સમયથી સીલીકોસીસ પીડીતો કરી રહ્યા છે.
રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ ( NHRC ) દ્વારા ૨૦૧૭માં ગુજરાત સરકારને સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી ઘડી લાગુ કરવા ભલામણ કરી હતી અને તેપછી અવાર નવાર પંચ તેનું સ્મરણ સરકારને કરાવે છે. આ ભલામણ સ્વીકારી વહેલી તકે ગુજરાત સરકાર સીલીકોસીસ પીડીતો માટે નીતી બનાવે અને લાગુ કરે જેથી સીલીકોસીસ પીડીતો નું જીવન સહ્ય બને.પોતાના મતવીસ્તારની આ ગંભીર સમસ્યા અંગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ગુજરાત સરકાર સીલીકોસીસ પુનઃવસન નીતી બનાવે તે માટે પોતાની વગ અને વજન વાપરે તેવી માગણી સંઘ કરે છે.






