AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની એલસીબી પોલીસે બાઇક પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડી ૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો એ  સુબીરના કરંજપાડા જોગથવા ત્રણ રસ્તા પાસે થી મોટરસાયકલ પર લઈ જવાતા ગેરકાયદેસરના પાસ પરમિટ વગરના દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડયા હતા.તેમજ પોલીસે એક લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,કોઈ શંકાસ્પદ યુવાનો બાઈક પર કાળા કલરની બેગ સાથે પીપલદહાડથી સુબીર તરફ આવી રહ્યા છે.જે બાતમીના આધારે એલસીબી પોલીસે સુબીરના કરંજપાડા જોગથવા ત્રણ રસ્તા પાસે  વોચ ગોઠવી હતી. ત્યારે  એક કાળા કલરની યામાહા MT – 15 બાઇક નં. 67-30-E-9052 આવતા તેને રોકવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી.જેમાં  બાઈક પર સવાર એક યુવાન પાસે કાળા કલરની બેગમાંથી ભારતીય બનાવટનો દેશી દારૂની બોટલો 100 નંગ મળી આવી હતી. જે બાદ પોલીસે મોટરસાયકલ પર સવાર   કૃણાલભાઈ રામદાસભાઈ વારડે અને  શિવદાસભાઈ દેવદાસભાઈ ગાંગુર્ડા ( રહે.ધવલીદોડ તા.આહવા જી.ડાંગ ) ની અટકાયત કરી હતી.તેમજ  કુલ દારૂનો જથ્થો જેની કિંમત 3,500 રૂપિયા તથા  મોટરસાયકલ જેની કિંમત રૂપિયા એક લાખ એમ  મળીને કુલ 1,03,500/-  નો મુદ્દોમાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને સુબીર પોલીસ મથકે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!