MORBI:મોરબીમાં બિલ્ડરો દ્વારા છેતરપિંડી કરી હોવાના આક્ષેપો સાથે કલેકટરને રજૂઆત

MORBI:મોરબીમાં બિલ્ડરો દ્વારા છેતરપિંડી કરી હોવાના આક્ષેપો સાથે કલેકટરને રજૂઆત
મોરબીના પીપળી રોડ પર 4 જેટલી સોસાયટીના રોડ રસ્તા ગટર લાઈટ સહિતની સુવિધા ન હોવાથી આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકોએ કલેકટરને રજૂઆત કરી હતી
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ માનસધામ 1 માનસધામ 2 ત્રિલોક ધામ ગોકુલધામ સોસાયટી સહિતના 4 જેટલી સોસાયટીમાં 400 જેટલા મકાન આવેલા છે આ સોસાયટીમાં લાઈટ પાણી રોડ ગટર જેવી પાયાની સુવિધાઓ ની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારના રહીશોએ આજે કલેક્ટર કચેરી ખાતે ધામાં નાખી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી જેમાં છેલ્લા પાંચથી સાત વર્ષથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો ને બિલ્ડર દ્વારા સરકારના નિયમ મુજબ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી દસ્તાવેજ કરી બિલ્ડર અને એમના વકીલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે સ્ટીક લાઈટ પાણી ગટર કે પાયાની સુવિધાઓ આપવામાં ન આવતી હોવાના આક્ષેપો સાથે આજરોજ જિલ્લા કલેક્ટર ખાતે સ્થાનિકોએ આવેદન આપી વિરોધ કર્યો હતો









