HALVAD:હળવદના કવાડીયા ગામે રહેણાંકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા દોરી ઝડપાઈ

HALVAD:હળવદના કવાડીયા ગામે રહેણાંકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા દોરી ઝડપાઈ
હળવદ પોલીસે કવાડીયા ગામે દરોડો પાડી ૪૮ નંગ પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા જપ્ત કર્યા છે. દરોડા દરમિયાન આરોપી મકાન માલીક હાજર નહિ મળી આવતા, પોલીસે તેને ફરાર જાહેર કરી તેની સામે ગુનો નોંધી આગળની ટોઅસ ચલાવી છે.
મકરસંક્રાંતી તહેવાર નજીક આવી રહ્યો હોવા કારણે પ્રતિબંધિત અને જીવલેણ ચાઈનીઝ દોરીના વેચાણ સામે મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા વાકાનેર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના સૂચનને અનુસરીને હળવદ પોલીસ સ્ટેશન પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રતિબંધિત દોરી વેચાણકારો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ અનુસંધાને પો.કોન્સ. વિજયભાઈ ચૌહાણને મળેલ બાતમીને આધારે હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા વિપુલભાઈ ઘનશ્યમભાઈ કોળીના મકાનમાં રેઇડ કરતા જ્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ ૪૮ ફિરકા કિ.રૂ.૧૯,૨૦૦/- વેચાણ અર્થે રાખેલા હાલતમાં મળી આવ્યા હતા. રેઇડ દરમિયાન આરોપી વિપુલભાઈ હાજર મળી ન આવતા તેની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






