MORBI:મોરબીમાં ઉર્દૂ અરબી મદ્રશા દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ

MORBI:મોરબીમાં ઉર્દૂ અરબી મદ્રશા દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી : ઉર્દૂ અરબી મદ્રશા મોરબી મતવા સમાજ દ્વારા મદ્રશામાં તાલીમ લેતા ૧૩૦ વિદ્યાર્થીઓને હોંસલા અફઝાઈ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ની રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન યોજાયો હતો.
આ પ્રસંગે છોકરીઓ માટે બુરખા તથા છોકરાઓ માટે જબા, લેંઘા સાથે બેગ, પાણીની બોટલ, કાયદા, પેન્સિલ, પુસ્તકો, લંચ બોક્સ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે મોરબીના સેરે ખતીબ સૈયદ રસીદ મિયા મદની મિયા અલ જિલાની તથા મદીનામસ્જિદ મોરબીના ઇમામ ગુલામ યાસીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોગ્રામનું સંચાલન મુશાણિ રફીકભાઈ, જિંદાણી ઇબ્રાહિમભાઈ, જિંદાણી ઈમ્તિયાઝભાઈ, મુસાણિ હુસેનભાઈ, શેખ નિશારભાઈ, બ્લોચ સુલતાનભાઈ, બ્લોચ મમદભાઈ, મતવ મુસ્તુફાભાઈ, સેવંગિયા અવેશભાઈ, સિપાઈ હુસેનભાઈ, ડાવલિયા ફારૂકભાઈ, મુશાણિ મોસીનભાઈ તથા પઠાણ મંજૂરખાન સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.











