MORBIMORBI CITY / TALUKO

MORBI:મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા જાહેરનામુ પ્રસિદ્ધ

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા જાહેરનામુ પ્રસિદ્ધ

 

મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર મતદાન સંપૂર્ણ શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, મતદાન મથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મતદાન મથકમાં મતદાન અધિકારીઓ, હરીફ ઉમેદવાર તેનો ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારના એકી વખતે એક મતદાર એજન્ટ કે જેઓ સક્ષમ અધિકારીશ્રીએ આપેલ ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ, ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિતઓ કે જેઓ સક્ષમ અધિકારીએ ઈસ્યુ કરેલ પ્રવેશ પાસ ધરાવતા હોય, ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ (આ અર્થમાં પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓનો તેમજ રાજય કે કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓનો સમાવેશ થતો નથી.), ચૂંટણી પંચે નિયુક્ત કરેલ નિરિક્ષકો, માઈક્રો ઓબ્ઝવર્સ, વીડીયોગ્રાફર્સ, ફોટોગ્રાફર્સ, અગત્યના સંવેદનશીલ મતદાન મથકોની બાબતમાં વેબકાસ્ટીંગ માટેનો કર્મચારી વર્ગ (મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય તે રીતે વીડીયોગ્રાફી કરવાની રહેશે.), સબંધિત મતદાન મથકે નોંધાયેલ મતદાર ચૂંટણી પંચે ઠરાવેલ ઓળખના પુરાવા સાથે માત્ર મતદાનના હેતુ માટે દાખલ થઈ શકશે. મતદારે તેડયું હોય તે બાળક, કોઈની મદદ વગર હરી ફરી શકે તેમ ન હોય તેવા અંધ કે અશક્ત મતદારની સાથે આવતી વ્યકિત, મતદારોને ઓળખી બતાવવા કે મતદાનના કાર્યમાં તેમને બીજી કોઈ રીતે મદદ કરવા માટે પ્રમુખ મતદાન અધિકારીએ નિયુક્ત કરેલ વ્યકિત કોઈ હોય તો તે વ્યક્તિઓ સિવાયના કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ તા.૦૭/૦૫/૨૦૨૪ ના દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબની શિક્ષાને પાત્ર થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!