
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે સરકારી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ભરેલ ટ્રક ચોરી થઈ જતા અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળ્યા હતા.જોકે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા પ્રયત્ન કર્યો હતો.ત્યારે ડાંગ જિલ્લાના એસ.પી.યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ સી.પી.આઈ.વી.કે.ગઢવી સહિત ડાંગ એલ.સી.બી તથા વઘઇ પી.એસ.આઈ. એમ.એસ.રાજપૂતની ટિમે ટેક્નિકલ સોર્સની મદદ લીધી હતી. અને સુરત રેંજનાં દરેક પોલીસ મથકોમાં જાણ કરી હતી.જેમાં સુરત જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ ટ્રક સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી હતી.તેમજ સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે 54 લાખ કરતાં પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અહી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ આ ટ્રકની ચોરી કરનાર ત્રણ આરોપીઓ (1)મસીદખાન જુમૈઇખાન જાતેખાન ( ઉ.વ.44 રહે.કુલ્હીપુર, પોસ્ટ બાકાજલાલપુર થાના દેલુપુર જિ.પ્રતાપગઢ યુ.પી), (2) મોહમદ સમીર મોહમદનસીમ કુરેશી ( ઉ.વ.19 હાલ રહે.કીમ નેશનલ હોટલના રૂમ ઉપર ઓલપાડ જિ.સુરત મુળ રહે કુલીપુર ગામ, બાકાજલાજપુરની બાજુમાં થાના દેલુપુર જિ.પ્રતાપગઢ યુપી), (3) મોહમદ સહેનશા મોહમદ ગુલહશન ( ઉ.વ.24 રહે.મવયામીયાગાવ, દુભાઇ મહોલ્લાતા સુરાવ જિ.પ્રયાગરાજ યુપી) ની અટકાયત કરી હતી. તેમજ ટ્રક રજી. નં.GJ-15-AV-3033 માં ભરેલ ઘંઉનો જથ્થો તથા ટાટા કંપનીની ટ્રક રજી.નં. UP.70-CT-5467 માં ભરેલ મકાઇનો જથ્થો વગેરે મળી કૂલ કિંમત રૂપિયા 54,94,770/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ત્યારે હાલમાં આ ત્રણેય આરોપીઓ અને મુદ્દામાલ નો કબજો વઘઈ પોલીસને સોંપવામાં આવેલ છે.હાલમાં વઘઈ પોલીસે આરોપીઓનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે..




