MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મચ્છુ નદી પરના પાડાપુલ (જૂનો પુલ) ના સમારકામ અર્થે અવર-જવર પર પ્રતિબંધ; જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

 

MORBI:મોરબીના મચ્છુ નદી પરના પાડાપુલ (જૂનો પુલ) ના સમારકામ અર્થે અવર-જવર પર પ્રતિબંધ; જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

 

૧૨ ફેબ્રુઆરીના રોજ રાત્રિના ૧૧:૦૦ કલાકથી સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુલ પર વાહનોને પ્રવેશબંધી; એસ.ટી. બસ અને અન્ય વાહનો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરાયા

મોરબીના રાજકોટ-મોરબી સીટી લીમીટ રોડ પર મચ્છુ નદી ઉપર આવેલા પાડાપુલ (જૂનો પુલ) ના બેરીંગ બદલવાની, જોઈન્ટ બદલવાની અને માસ્ટિક આસફાલ્ટની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સમારકામ દરમિયાન જનસામાન્યની સુરક્ષા અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. ઝવેરી દ્વારા પુલ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી તા. ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રિના ૧૧:૦૦ કલાકથી અમલી બનશે અને સમારકામની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

એસ.ટી. બસની સુવિધા માટે જાહેર કરવામાં આવેલા વૈકલ્પિક માર્ગો મુજબ, મોરબી કે રાજકોટથી કચ્છ કે અમદાવાદ તરફ જતી એસ.ટી. બસો હવે નવા બસ સ્ટેન્ડથી ભકિતનગર ઓવરબ્રીજ નીચેથી પસાર થઈ દલવાડી ચોકડી, પંચાસર ચોકડી, વાવડી ચોકડી અને નેકસેસ સિનેમાથી મચ્છુ નદી ક્રોસ કરી રવિરાજ ચોકડી થઈને જઈ શકશે. તેવી જ રીતે, કચ્છ તરફથી આવતી બસોએ માળીયા ફાટક અને અમદાવાદ તરફથી આવતી બસોએ મહેન્દ્રનગર ચોકડી એમ બંને રૂટની બસોએ રવિરાજ ચોકડી પહોંચી, મચ્છુ નદી ક્રોસ કરી નેકસેસ સિનેમાથી વાવડી ચોકડી અને પંચાસર ચોકડી થઈ નવા બસ સ્ટેન્ડ તરફ જવાનું રહેશે.
એસ.ટી. બસ સિવાયના અન્ય વાહનો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત મોરબી શહેરથી સામાકાંઠા વિસ્તાર તરફ જવા માંગતા વાહનો શક્તિ ચોકથી મયુર પુલ ઉપર થઈ લાલબાગ (મહારાણા પ્રતાપ સર્કલ) તરફ જઈ શકશે. જ્યારે સામાકાંઠા વિસ્તારથી મોરબી શહેર તરફ આવવા માટે વાહનચાલકોએ લાલબાગ (મહારાણા પ્રતાપ સર્કલ) તરફથી બેઠા પુલ પર થઈ શક્તિ ચોક તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે, જોકે પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!