LUNAWADAMAHISAGAR

જિલ્લા ચૂંટણી અધિકારી  નેહા કુમારીના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી ખર્ચ તેમજ આચારસંહિતાના અમલીકરણ માર્ગદર્શન હેતુ બેઠક યોજાઈ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

જિલ્લા ચૂંટણી અધિકારી  નેહા કુમારીના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી ખર્ચ તેમજ આચારસંહિતાના અમલીકરણ માર્ગદર્શન હેતુ બેઠક યોજાઈ

લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  નેહા કુમારીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી ખર્ચ અંગેના ભાવો નક્કી કરવા તથા આચારસંહિતા અમલીકરણ માર્ગદર્શન હેતુ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં મતદાન મથકોની સંખ્યા, કાયદો અને વ્યવસ્થા, ઈવીએમ, હેલ્પલાઈનની વિગતો આપીને આદર્શ આચારસંહિતાના પાલન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સભા, સરઘસ, બેનરો, હોર્ડીંગ્સ, રેલીઓની મંજૂરીઓ અંગેની માહિતી આપી હતી.

ઉમેદવારે અલગથી બેંક એકાઉન્ટ ખોલવવું પડશે. રૂા.૧૦ હજારથી વધુની રકમ ચેકથી ભરવી જેવી વિગતો તેમણે આપી હતી. આ ઉપરાંત ખર્ચના ભાવો નક્કી કરવા અંગે રાજકીય પક્ષોની કોઈ રજૂઆત હોય તો તેને ધ્યાને લઈ દરોમાં ફેરફારો કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક  સી એન ભાભોર,નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એમ મનાત સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!