GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની લાલ આંખ: મિલકતવેરો બાકી રાખનાર 37 આસામીઓની મિલકતો સીલ

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની લાલ આંખ: મિલકતવેરો બાકી રાખનાર 37 આસામીઓની મિલકતો સીલ

 

મોરબી મહાનગરપાલિકાની હદવિસ્તાર માં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26નું વિવિધપ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસે થી ટેક્સ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિલકત વેરા શાખાના કર્મચારીઓ એ વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી હાથ ધરી હતી, જે કામગીરી મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા નિયમિત વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે.

મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા જે મિલકત આસામી ઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી અંતર્ગત ગત અઠવાડિયા દરમિયાન કુલ 312 મિલકતવેરો ન ભરનાર આસામી ને નોટિસ બાપી હતી. વોરંટ બજવણી બાદ મિલકત વેરો ભરપાઈ ન કરનાર 37 આસામીની મિલકત મોરબી મહાનગર પાલિકા એ સીલ કરી હતી. આ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાં કુલ 2,48,40,503/ ની મિલકત વેરા શાખાને આવક થઈ હતી, તેમજ જુદા- જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2,12,83,844ની મિલકત વેરા શાખાને આવક થઈ હતી.

આગામી સમયમાં મિલકત વેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે, જે યથાવત રહેશે આથી મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય અને મિલકત વેરો ભરપાઈ ન કર્યો હોય તેવા આસામી એ સત્વરે મિલકત વેરો ભરપાઈ કરવા મોરબી મહાનગર પાલિકાની ટેક્સ શાખા દ્વારા જણવવામાં આવે છે.

મિલકત વેરો ભરપાઈ કરવા માટે હાલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદાર દ્વારા ઓનલાઈન વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનથી ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11(અગીયાર) નીચે દર્શાવેલ કલસ્ટર ઓફીસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે જેમના સ્થળ નીચે મુજબ દર્શાવેલ છે. કલસ્ટર-1 (નાની વાવડી પંચાયત), કલસ્ટર-2 (અમરેલી પંચાયત), કલસ્ટર-૩ (મહેન્દ્રનગર પંચાયત), કલસ્ટર-4 (ભડીયાદ પંચાયત), કલસ્ટર-5 (ગાજપર પંચાયત), કલસ્ટર-0 (ગ્રીનચોક લાઈબ્રેરી), કલસ્ટર-7 (વિશ્વકર્મ બાલ મંદિર, વાંકાનેર દરવાજા પાસે), કલસ્ટર-૭(શનાળા ગ્રામપંચાયત), કલસ્ટર-10 (રવાપર ગ્રામ પંચાયત), કલસ્ટર-11 (લીલાપર ગ્રામ પંચાયત) ઓફિસમાં સવારે 10:30 થી સાંજના 04:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે. તેમજ હાલ મહાનગરપાલિકામાં રૂમ નં.9માં POS મશીન દ્વારા અરજદારનો મિલકતવેરો લેવાનો શરૂ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં ખાવે છે. તેમજ હાલ ટેક્સ શાખા દ્વારા 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ આપવાની કામગીરી શરૂ કરેલ હોય મહાનગરપાલિકાની https:/Immegujaratin/ વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પર જઈ Morbi Municipal Corporation લખતા મોરબી મહાનગરપાલિકાના લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકતવેરો અને વ્યવસાયવેરો ખોનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં અરજદારો એ પ્રોપર્ટીટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. જેના વેબસાઇટ, મોબાઈલ એપ્લીકેશનના QR કોડ નીચે દર્શાવેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મજ્ઞનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાહેર અપીલથી જાણ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!