TANKARA:નિપૂણ ભારત અંતર્ગત જિલ્લા કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં ટંકારા જબલપુર શાળાની વિદ્યાર્થીનીનો ગૌરવપૂર્ણ વિજય

TANKARA:નિપૂણ ભારત અંતર્ગત જિલ્લા કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં ટંકારા જબલપુર શાળાની વિદ્યાર્થીનીનો ગૌરવપૂર્ણ વિજય
નિપૂણ ભારત મિશન અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં શ્રી જબલપુર પ્રાથમિક શાળા, પીએમ શ્રી ગુજરાતની હોશિયાર વિદ્યાર્થીની પાડલિયા મિશ્રીબેન જયેશભાઈએ પોતાની ઉત્તમ વાર્તા રજૂઆત દ્વારા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા, ગામ અને સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પષ્ટ ઉચ્ચારણ, ભાવસભર અભિવ્યક્તિ, આત્મવિશ્વાસ અને વાર્તાની અસરકારક રજૂઆતને કારણે મિશ્રીબેનનું પ્રદર્શન નિષ્ણાત જજોને ખૂબ પ્રભાવિત કરી ગયું.વિદ્યાર્થીનીના આ ઉત્કૃષ્ટ વિજય બદલ શાળાના SMS સભ્યો ,આચાર્યશ્રી, શિક્ષકો, વાલીગણ તથા ગ્રામજનો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા. આ સિદ્ધિ શાળામાં ચાલતા ગુણવત્તાયુક્ત શિક્ષણ, ભાષાકૌશલ્ય વિકાસ અને નિપૂણ ભારતના લક્ષ્યોની સફળ અમલવારીનું ઉત્તમ ઉદાહરણ છે.શાળા પરિવારને વિશ્વાસ છે કે મિશ્રીબેન ભવિષ્યમાં પણ આવી જ રીતે વધુ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.







