GUJARATKUTCHMUNDRA

મુન્દા તથા નખત્રાણા તાલુકાની વ્યાજબી ભાવની દુકાનોની જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

વાત્સલ્યણ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૨૭ ઓક્ટોબર : જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, કચ્છ-ભુજ ટીમ દ્વારા મુન્દ્રા તાલુકાની વ્યાજબી ભાવની દુકાનોની તા.૨૨/૧૦/૨૦૨૪ ના તથા નખત્રાણા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારશ્રીઓની તા.૨૫/૧૦/૨૦૨૪ ના આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ જેમાં નીચે મુજબના દુકાનદારશ્રીઓની દુકાનમાં ક્ષતિઓ જણાઈ આવેલ.

૧.જાડેજા ખુમાનસિંહ વેરુભા, વ્યાજબી ભાવના દુકાનદાર, ગામઃબેરાજા તા.મુન્દ્રા ઘઉંમાં ૬૦૮ કિગ્રા, ચોખમાં ૫૬૨ કિગ્રા,ખાંડ ૫૦ કિગ્રા તથા બાજરી ૪૦૦ કિગ્રાની ઘટ જણાઈ આવેલ,

૨. મહેશ્વરી દિનેશ રામજી, વ્યાજબી ભાવના દુકાનદાર, મુન્દ્રા-૦૪ તા.મુન્દ્રા ઘઉંમાં ૪૭૩૭ કિગ્રા, ચોખા, ૫૦૩૯ કિગ્રા, મીઠું ૩૮૨ કિગ્રા,ખાંડ ૬૫૫ કિગ્રા, તેલ ૪૧૫ કિગ્રા, બાજરી ૨૦૦૯ કિગ્રા, ચણા ૨૩૯ કિગ્રાની ઘટ જણાઈ આવેલ છે.

૩.પટેલ નાનાલાલ શીવજી, વ્યાજબી ભાવના દુકાનદાર, ગામઃવડવાકાયા તા.નખત્રાણા ઘઉં ૨૪૧ કિગ્રા, ચોખા ૩૯૬ કિગ્રા,ખાંડ ૫૧ કિગ્રા ની વધ જણાઈ આવતા જથ્થો સીઝ કરવામાં આવ્યું. ઉપોકત જણાઈ આવેલ ગંભીર ક્ષતિઓ અન્વયે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!