MORBI:મોરબીના જાંબુડીયા ગામ નજીક અકસ્માતમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પી એસ આઈ નું મોત નિપજ્યું

MORBI:મોરબીના જાંબુડીયા ગામ નજીક અકસ્માતમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પી એસ આઈ નું મોત નિપજ્યું
મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવીને બહાર નિકળતા જ ટ્રક હડફેટે દુઃખદ અવસાન પોલીસ બેડામાં શોકનો માહોલ
અકસ્માતના બનાવ અંગે પ્રાત માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ લાઈનમાં રહેતા મીતરાજસિંહ ભગવાનજીભાઈ જાડેજા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૨ ના રોજ તેના પિતા ભગવાનજી રવાજી જાડેજા મોરબી મકનસર પોલીસ હેડ કવાર્ટર ખાતે બપોરના ૧૨ વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા સુધીની શિફ્ટ ની નોકરી હોય અને ભગવાનજી જાડેજા બપોરના આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે તેમની ફરજ પર એકટીવા મોટર સાઈકલ જીજે ૦૧ પીએ ૭૧૬૭ લઈને ગયા હોય બાદમાં રાત્રીના આશરે નવેક વાગ્યાની આસપાસ મિતરાજસિંહ તેના ઘરે હોય દરમિયાન હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા પી આઈ એસ એમ ચૌહાણ સાહેબનો ફોન આવેલ અને જાણ કરેલ કે ભગવાનજીભાઈ જાંબુડીયા ઓવરબ્રિજ પરથી પસાર થતા હોય દરમિયાન એક કન્ટેનર આર જે ૦૭ જીડી ૧૨૧૫ ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે







