MAHISAGARSANTRAMPUR
મહીસાગર જીલ્લામાં આવેલ તાંતરોલી બ્રીજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ: વૈકલ્પિક રૂટ જાહેર કર્યો
મહીસાગર જીલ્લામાં આવેલ તાંતરોલી બ્રીજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ: વૈકલ્પિક રૂટ જાહેર કર્યો
મહિસાગર જીલ્લામાં મલેકપુર નજીક તાંતરેલી ગામે મહીસાગર નદી ઉપર આવેલ “તાંતરેલી બ્રીજ મહીસાગર નદીમાં પાણીની ભારે આવકને લઈ કડાણા ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે કેટલીક વખત ડુબાણમાં જતો હોય હાલમાં ગંભીરા બ્રીજ દુર્ઘટનાને લક્ષમાં લેતા આ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે આ બ્રીજ ઉપરથી ભારે માલવાહક વાહનોની અવરજવર બંધ કરવામાં આવેલ છે.
જેથી ભારે માલવાહક વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. મલેકપુરથી આવતા વાહનો દિવડા કોલોની થઈ, કડાણા થઈ, મુનપુર થઈ ભાગલિયા જઈ શકશે, અને લુણાવાડાથી આવતા વાહનો લીમડીયા થઈ, ખાનપુર થઈ, ભાગલિયા થઈ, મુનપુર જઈ શકશે.