MORBI:મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીઓના પ્રશ્નો રાજ્ય કારોબારીમાં રજૂ

MORBI:મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીઓના પ્રશ્નો રાજ્ય કારોબારીમાં રજૂ
1,વર્ષ:-૨૦૦૫ પછી ફરજ પર નિયુક્ત થયેલ શિક્ષકોને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત 2,જિલ્લાફેર બદલી કેમ્પ સત્વરે કરવા બાબત.3,વર્ષ:-૧૯૯૮ થી નિમણુંક પામેલા શિક્ષકોને માંદગી સબબની રજા કેરી ફોરવર્ડ કરવા બાબત.4,HTAT મુખ્ય શિક્ષક સિવાયની શાળામાં ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા સિનિયર શિક્ષકને મહેકમમાં ન ગણવા બાબત.5,ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા સિનિયર શિક્ષકોને આચાર્ય ચાર્જ એલાઉન્સમાં વધારો કરવા બાબત.6,શાળાઓમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા,વૃક્ષોને પાણી પાવું વગેરે જીવન કૌશલ્યોના કામો કરતા હોય છે ત્યારે અમુક કહેવાતા મીડિયાકર્મીઓ વિડીઓ ઉતારી વાયરલ કરે છે અને એના આધારે ડીપીઈઓ તપાસના આદેશો આપી દે છે એ અન્વયે શિક્ષણ વિભાગમાંથી માર્ગદર્શિકા જાહેર કરવા બાબત.7,શાળાઓમાં એસએમસીને આપવામાં આવતી ગ્રાન્ટ વર્ષની શરૂઆતમાં જ આપવામાં આવે જેથી જરૂરી અને યોગ્ય વપરાશ કરી શકાય.8,શાળા કક્ષાએ એસએમસીમાં આવતું અનુદાનનો હિસાબ ટેલી સોફ્ટવેરમાં લખવા માટે એકાઉન્ટન્ટ ફાળવવામાં આવતા હતા એ ચાલું વર્ષે હજુ સુધી ફાળવેલ ન હોય સત્વરે ફાળવવા બાબત.9,ધો.3 થી 5 માં પિરિયડ પદ્ધતિ હોવાના કારણે વિષય શિક્ષક માત્ર પોતાનો તાસ પૂરતો જ ન્યાય આપી શકે છે,વાંચન લેખન,ગણન કે દ્રઢીકરણ પુનરાવર્તનમાં ધ્યાન આપી શકતા ન હોય વિદ્યાર્થીઓની ઉપરોક્ત ક્ષમતા કાચી રહી જતી હોય તાસ પદ્ધતિ બંધ કરવી.
10,ધો. 6 થી 8 ના શિક્ષકોને અલગ પગાર ધોરણ આપવું
11,ધો.1 થી 8 ની પરીક્ષા એકીસાથે લેવી અને ધો.6 થી 8 માં લેખિત પરીક્ષા 80 માર્કની લેવામાં આવે છે પણ માર્ક તો અડધા કરીને જ મુકવામાં આવતા હોય લેખિત પરીક્ષા 40 ગુણની જ લેવી.10,શાળા સહાયકની નિમણુંક કરવી
12,વધારાના પગાર ભથ્થા નિવૃત થનાર શિક્ષકોનું રજા રોકડ રૂપાંતર વગેરેની ગ્રાન્ટ છ છ મહિને એમ વર્ષમાં બે જ વખત આવે છે જેના કારણે મેં માસમાં નિવૃત થયેલ શિક્ષકોને છેક જાન્યુઆરીમાં મળે છે એટલે ત્રણ ત્રણ મહિને ગ્રાન્ટ આવે એ બાબત રજુઆત કરવી.13,તાલુકા-જિલ્લા પંચાયત શિક્ષણ શાખાઓમાં મહેકમ મુજબ કારકુન અથવા આઉટ કરવામાંથી વહીવટી સ્ટાફની નિમણુંક કરવામાં આવે.14,શિક્ષકો પાસેથી લેવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરી બાબતનો હમણાં જે પત્ર થયો એમાં લખેલું છે કે રાષ્ટ્રહિતની કામગીરી જ શિક્ષકો પાસેથી લેવામાં આવે તો આ રાષ્ટ્રહિતની કામગીરીની સ્પષ્ટતા કરવી.15, સેટઅપમાં 120 થી 200 વિદ્યાર્થીઓની સંખ્યા સુધી સુધારો કરવો.16,શિષ્યવૃત્તિ દરખાસ્ત સરળતાથી કરી શકાય તેમજ આધારકાર્ડ વગરના કે આધારકાર્ડ અપડેટ વગરના બાળકોની પણ દરખાસ્ત કરી શકાય એ બાબતે રજુઆત.17,લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને વર્ગ:-2 ની પરીક્ષા માટે લાયક ગણવા.18, સમગ્ર નોકરી દરમ્યાન બે વખત જિલ્લાફેર કરવાની જોગવાઈ કરવી 19,CET માં મેરીટમાં આવતા બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિ ખાનગી શાળામાં પ્રવેશ લેનારને વધુ અને સરકારીમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓછી આપવાના કારણે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો ખાનગી શાળા તરફ આકર્ષાય છે, જેથી સરકારી શાળાઓમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી જવના કારણે સરકારી શાળાના ધો.6 થી 8 ના મહેકમ પર અસર થાય છે,જેથી CET માં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને સમાન શિષ્યવૃત્તિ આપવા બાબત રજુઆત.20, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર અત્યારે ધો.3 માં જે બાળકો અભ્યાસ કરે છે તે જ્યારે ધો.6 થી 8 માં પ્રવેશ મેળવે ત્યારે 3 ત્રણ વર્ષ સુધી મહેકમ ધ્યાને લેવું નહિ.21, ધો.6 થી 8 ના શિક્ષકોને 4200 નો ગ્રેડ પે આપવો.22, CET ના કારણે ધો.6 થી 8 માં સેટ અપ ઘટતું હોય ધો.1 થી 5 માં જવા માટેનો વિકલ્પ આપવો.23,શિક્ષકોને આપવામાં આવતી તાલીમ ઓછી કરી એને વર્ગમાં જ રહેવા દેવામાં આવે,24,CTS, UDIS+,અપાર આઈડી,સ્વીફ્ટ ચેટ, દિક્ષા, G-SHALA જેવા વિવિધ પોર્ટલ તેમજ વિવિધ એપની જગ્યાએ એક જ પોર્ટલમાં બધું આવી જાય એ બાબત25,સરકારી કામ જેમ કે SIR સરની કામગીરી તેમજ અન્ય સરકારી ઓનલાઈન એન્ટ્રી માટે, સ્કેનિગ માટે શિક્ષકોની પ્રાઇવેટ પ્રોપર્ટી મોબાઈલ અને એના ડેટાનો જ ઉપયોગ કરવામાં આવે છે એ અટકાવવો.26,SOE સિવાયની શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણુંક કરવી,27,નવ રચિત મોરબી જિલ્લાના શિક્ષકોના GPF ના નાણાં ટ્રાન્સફર કરવા બાબત વગેરે પ્રશ્નોની રજુઆત રાજ્ય કારોબારીમાં જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, કરશનભાઈ ડોડીયા રાજય પ્રતિનિધિ, પ્રવિણભાઈ ધોળુ કાર્યકારી અધ્યક્ષ, રમેશભાઈ ચાવડા સહ કોષાધ્યક્ષ, નિરવભાઈ બાવરવા અને હરમીતભાઈ પટેલ પ્રચાર મંત્રી ઉપસ્થિત રહ્યા હતાં.









