MORBI:મોરબી મહાનગરપાલિકાની કાર્યશૈલી પર ઉઠતા પ્રશ્નો – શહેરની શાન નહેરુ ગેટનું ઘડીયાળ પણ બંધ

MORBI:મોરબી મહાનગરપાલિકાની કાર્યશૈલી પર ઉઠતા પ્રશ્નો – શહેરની શાન નહેરુ ગેટનું ઘડીયાળ પણ બંધ
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી શહેરની ઓળખ ગણાતું નહેરુ ગેટ, જેને શહેરનું નાક કહેવાય છે, આજે પોતાની જાળવણીના અભાવે શરમજનક સ્થિતિમાં આવી ગયું છે. વર્ષોથી શહેરની શોભા વધારતો આ ઐતિહાસિક ગેટ આજે ઘડીયાળના કાંટા થંભી જતાં મોરબીની જનતાના દિલમાં ચોટ પહોંચાડી રહ્યો છે. અનેકવાર સમાચારોમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યા છતાં તંત્રના કાન પર જરા પણ જુંવાંડ નથી રેંગતી.
શહેરજનોમાં ચર્ચા છે કે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને શું માત્ર વસૂલાતમાં જ રસ છે? શું માત્ર ટેક્સ વસૂલવા અને દંડ વસૂલવા જ તેમના માટે પ્રાથમિકતા છે? શહેરના વિકાસના મોટા પ્રશ્નો — રસ્તાઓ, પાણીની સમસ્યા, સફાઈ, ટ્રાફિક મેનેજમેન્ટ — બધું બાકી છે, પણ નગરજનો પરનો ભાર જ વધતો જાય છે.
વિશેષે કરીને નાના વેપારીઓ, લારી–ગલ્લા ચલાવતા લોકો કે પથ્થરના પાતળા પર જીવન ચલાવતા સામાન્ય માણસો પર કડકાઈ કરવામાં આવે છે, જ્યારે મોટા માતાના માનવી પર કોઈ અસર જ નથી થતી. આથી સ્પષ્ટ સંદેશ જાય છે કે કમિશનરશ્રીનું વલણ નબળા વર્ગને નડતરરૂપ અને પ્રભાવશાળી વર્ગને સુરક્ષિત રાખવાનું છે.
નહેરુ ગેટના ઘડીયાળના કાંટા થંભી જવા એ આ તંત્રની બેદરકારીનું જીવંત પ્રતીક છે. એક ઐતિહાસિક સ્મારક, જે શહેરની શાન ગણાય છે, તેની જાળવણી ન થઈ શકવી એ મોરબી મહાનગરપાલિકાની નિષ્ફળતા બતાવે છે.
આજે મોરબીની જનતા તીખો સવાલ પૂછે છે — શું મહાનગરપાલિકા કમિશનર માત્ર પૈસા વસૂલવામાં જ રસ રાખશે? કે પછી મોરબીના વિકાસ અને નહેરુ ગેટ જેવા ઐતિહાસિક વારસાની સંભાળમાં પણ ગંભીરતા દાખવશે?







