MORBIMORBI CITY / TALUKO

RAJKOT:રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાંથી છુટકારો મળે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કર્યું

 

 

RAJKOT:રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાંથી છુટકારો મળે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કર્યું

 

રાજકોટ રેન્જમાં વ્યાજખોરો સામે લાલઆંખ: નિર્લિપ્ત રાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનસંપર્ક સભામાં ૬૮ રજૂઆતો મળી

નાગરિકોને ગેરકાયદેસર નાણાં ધીરનાર (વ્યાજખોરો)ના ચુંગાલમાંથી મુક્ત કરાવવા અને તેઓના હિતાર્થે રાજકોટ રેન્જ દ્વારા એક મહત્વની પહેલ કરવામાં આવી હતી. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાયના અધ્યક્ષસ્થાને તાજેતરમાં તા. ૦૧ અને ૦૨ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ વિશેષ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.


​આ બે દિવસીય જનસંપર્ક સભામાં રાજકોટ રેન્જ હેઠળના પાંચ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પીડિતો પોતાની રજૂઆતો સાથે ઉમટી પડ્યા હતા.​જિલ્લાવાર મળેલી રજૂઆતોની વિગત: સભા દરમિયાન કુલ ૬૮ રજૂઆતો પ્રાપ્ત થઈ હતી,

જામનગર ૨૩ – મોરબી ૧૮ – રાજકોટ ગ્રામ્ય ૧૭ -સુરેન્દ્રનગર ૦૬ દેવભૂમિ દ્વારકા ૦૪ – કુલ ૬૮

પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, કુલ ૬૮ રજૂઆતોમાંથી ૩૧ રજૂઆતો ગંભીર જણાતા તે બાબતે લગત જિલ્લા પોલીસ તંત્ર પાસેથી વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યા છે. જોકે, આ સભાઓ દરમિયાન સીધી ફરિયાદ (FIR) દાખલ થઈ શકે તેવી એકપણ રજૂઆત હાલ તબક્કે મળી નથી.

​નોંધ: આ ઝુંબેશનો મુખ્ય હેતુ વ્યાજખોરોના ત્રાસથી પીડાતા સામાન્ય નાગરિકોને નિર્ભય બનીને રજૂઆત કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને ગેરકાયદેસર નાણાં ધીરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે.

Back to top button
error: Content is protected !!