GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

RAJKOT -MORBI રાજકોટ-મોરબી હાઈવે પર હિટ એન્ડ રન: વિરપર પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું કમકમાટીભર્યું મોત

 

 

RAJKOT -MORBI રાજકોટ-મોરબી હાઈવે પર હિટ એન્ડ રન: વિરપર પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું કમકમાટીભર્યું મોત

ટંકારા: રાજકોટ-મોરબી હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગતરોજ વિરપર ગામ પાસે આવેલી ‘બા ની વાડી’ નજીક એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

 

​પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવાન ઘનશ્યામભાઈ નંદરામ વિશ્વકર્મા હાઈવે પર વિરપર ગામ પાસે આવેલ બા ની વાડી નજીક ઉભા હતા. આ દરમિયાન કોઈ પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘનશ્યામભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.આ મામલે મૃતકના મોટાભાઈ સંતોષ નંદરામ (નાનાદરામ) વિશ્વકર્માએ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધીને ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!