GUJARATMORBIMORBI CITY / TALUKO

RAJKOT:રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં થયેલ વાહન ચોરીના ગુનાનો આરોપી મુદામાલ સાથે વાંકાનેર ખાતેથી ઝડપાયો

RAJKOT:રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં થયેલ વાહન ચોરીના ગુનાનો આરોપી મુદામાલ સાથે વાંકાનેર ખાતેથી ઝડપાયો

 

 

રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં થયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે એક ઈસમને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ મિલકત સંબંધી ગુના શોધી કાઢવા અને મુદામાલ રીકવર કરવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક બાઈક શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકી કાગળો માંગતા સંતોષકારક જવાબ આપ્યો નહિ જેથી ખરાઈ કરતા બાઈક રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું અને આરોપીની પૂછપરછ કરતા તેને સહ આરોપી પાસેથી રૂ ૮૦૦૦ માં ખરીદેલ હોવાનું જણાવ્યું હતું એલસીબી ટીમે આરોપી વનરાજ બચુભાઈ સાડમીયા (ઉ.વ.૨૧) રહે ત્રંબોડા તા. ચોટીલા વાળાને ઝડપી લઈને બાઈક કીમત રૂ ૨૫,૦૦૦ રીકવર કર્યું છે અન્ય આરોપી વિજય ઉર્ફે સાગર ઉર્ફે બગો રણછોડ જોગરાજીયા રહે લાખણકા તા. ચોટીલા વાળાનું નામ ખુલ્યું છે

Back to top button
error: Content is protected !!