RAJKOT:રાજકોટ મધ્યસ્થ જેલમાંથી હત્યાના ગુનામાં ફર્લો રજા પરથી ફરાર આરોપી જુનાગઢથી ઝડપાયો

RAJKOT:રાજકોટ મધ્યસ્થ જેલમાંથી હત્યાના ગુનામાં ફર્લો રજા પરથી ફરાર આરોપી જુનાગઢથી ઝડપાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી હત્યાના ગુનામાં ફર્લો રજા પરથી ફરાર આરોપીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે જુનાગઢ ખાતેથી ઝડપી લઈને જેલહવાલે કર્યો છે
મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન પરથી છુટેલ અને જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીને ઝડપી લેવા સુચના અન્વયે મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કેશોદ પોલીસ મથકના હત્યાના ગુનામાં પાકા કામનો આરોપી હમીર રાજાભાઈ બાંભણીયા (ઉ.વ.૬૫) રહે મોરબી કુંભારવાડા ઉમિયા સોસાયટી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જેને તા. ૦૬-૦૧-૨૫ થી તા. ૨૦-૦૧-૨૫ સુધી ૧૪ દિવસની ફર્લો રજા મેળવી જેલ મુક્ત થયો હતો અને તા. ૨૧ જાન્યુઆરીના રોજ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર થયો ના હતો અને ફરાર હતો જે કેદીને બમ્તીને આધારે અજાક ગામ તા. માંગરોળ જુનાગઢ જીલ્લા ખાતેથી ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે







