GUJARATMORBIMORBI CITY / TALUKO

RAJKOT:રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જગતના તાત માટે મોટી જાહેરાત કરી

RAJKOT:રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જગતના તાત માટે મોટી જાહેરાત કરી

 

 

રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વાવાઝોડા, કમોસમી માવઠા, ક્યાંક પાછોતરો વરસાદ…આ કારણોસર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચીના જેવા તૈયાર પાકને ખુબ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત માટે મોટી જાહેરાતો કરી છે. આ અવસરે રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ પર હાજર રહ્યા હતા.

Oplus_131072

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે. રાજકોટ જિલ્લા બેંક એ ખેડૂતોની બેંક છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. રાજકોટ જિલ્લા બેંક હંમેશા ખેડૂતોની સાથે રહી છે. ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે બેંકના બોર્ડે નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત સભાસદો માટે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 1000 કરોડની લોન ખેડૂતોને 0 ટકા વ્યાજે 1 વર્ષ માટે આપવામાં આવશે. ખેડૂતોને 1 હેકટર દીઠ 10,000 રૂપિયા અને 5 હેકટર સુધી સહાય મળશે. વર્ષે 100 કરોડની બેંકને નુકસાની જશે, જે ખેડૂતોને રાહત આપીએ છીએ. બેક સાથે જોડાયેલા ખેડૂત સભાસદોને આ લોનનો લાભ મળશે. 2 લાખ ખેડૂતોને આ લાભ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે આના માટે કોઈ મોર્ગેજ કે અન્ય ડોક્યુમેન્ટ પ્રક્રિયા કરવાની રહેશે નહીં

Back to top button
error: Content is protected !!