RAJKOT:રાજકોટ રેન્જના ઇનામી આરોપી પૈકીના લુંટના ગુન્હામાં છેલ્લા ૧૬-વર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

RAJKOT:રાજકોટ રેન્જના ઇનામી આરોપી પૈકીના લુંટના ગુન્હામાં છેલ્લા ૧૬-વર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ
નાયબ પોલીસ મહાનિરીક્ષક *શ્રી નિર્લિપ્ત રાય (IPS)* રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓ પૈકી ૨૯ આરોપીઓને શીધી કાઢવા માટે ઇનામ જાહેર કરેલ હોય અને તેવા આરોપીઓને અગ્રતા આપી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.એચ.બાર નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી* નાઓને મળેલ બાતમી હકિકત મુજબ રૂ.૮,૦૦૦/- ના ઇનામી મોરબી જિલ્લાના ટંકારા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૮/૦૯ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭, ૧૨૦બી, વિ. મુજબના અતી ચકચારી એસ.ટી.બસમાં બેઠેલ આંગળીયા કર્મચારીઓના અંદાજે એક કરોડ જેટલા મુદ્દામાલના થેલાઓની લુંટ કરેલ હતી જે ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા-ફરતા અને તાજીયા ગેંગના સાગ્રીત આરોપી – રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ સ/ઓ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ રાજપુત મુળ રહે.રામચુહા, પોસ્ટ સંભુગંજ જિ.બાકા (બિહાર) વાળાને ગામ.સીગારપુર થાના- ખેરા જી.જમુઇ બીહાર ખાતેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એચ.બાર, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા તથા એ.એસ.આઇ. સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, સંદિપસિંહ રાઠોડ, પો.કોન્સ. મીતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.










