MORBIRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સૌરાષ્ટ્ર ઝોન કક્ષા -1 એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં શ્રી રાતૈયા ગામની શાળાનું ઞૌરવ વધારતા શિક્ષિકાબેન શ્રી કવિતાબેન ભટાસણા

 

તા.૩/૩/૨૦૨૫

 

 

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-ભાવનગર દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન-1 કક્ષાનો એજ્યુકેશન ફેસ્ટિવલ 2024-25 ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલા- સિહોર ખાતે યોજાયેલ.

જેમાં શ્રી રાજકોટ જિલ્લામાં બે વખત ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રથમ સ્થાન મેળવેલ અને આ વર્ષે જિલ્લામાં ત્રીજી વખત પ્રથમ સ્થાન મેળવી લોધિકા તાલુકાની શ્રી રાતૈયા પ્રાથમિક શાળાના રાજકોટ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષિકા બેનશ્રી કવિતાબેન પી. ભટાસણાએ વિજ્ઞાન વિષયમાં સ્વરચિત ઉખાણા અને રમતો દ્વારા અધ્યયન ઇનોવેશન રજૂ કર્યુ.આ ઇનોવેશન દ્વારા વિદ્યાર્થીઓ રમતો અને ઉખાણા દ્વારા વિજ્ઞાન શિક્ષણ સરળતાથી મેળવી વિજ્ઞાન વિષયમાં ખૂબ સારું પરિણામ મેળવેલ. આ ઇનોવેશન રજૂ કરવા બદલ ડો. અરૂણભાઇ દવે મેનેજિંગ ટ્રસ્ટી લોકભારતી-સણોસરા , ડો.નલીનભાઈ પંડિત પૂર્વ નિયામક જીસીઆરટી તથા મહાનુભવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તે બદલ શિક્ષક પરિવાર. સ્નેહી જનો તેમજ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!