GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમ નિમિતે બહેનો માટે સ્નાન-ફરાળ સહિતનો કાર્યક્રમો યોજાયા!

MORBI:મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમ નિમિતે બહેનો માટે સ્નાન-ફરાળ સહિતનો કાર્યક્રમો યોજાયા!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દર વર્ષે ઋષિ પાંચમ નિમિત્તે મહિલાઓ માટે સ્નાન અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે તેવો જ કાર્યક્રમ આ વર્ષે પણ યોજાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં આવી હતી અને ઋષિ પાંચમ નિમિત્તે સ્નાન, પુજા, ફરાળ સહિતની વ્યવસ્થાનો લાભ લીધેલો હતો. ત્યારે ભજનની પણ રમઝટ બોલી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, મનસુખભાઇ, જયંતિભાઇ, દેવકરણભાઇ, હેમાબેન, પ્રભાબેન, કાંતાબેન, રાજુભાઇ, વિનુભાઈ સહિતના સેવકોએ જહેમત ઉઠાવી હતી તેવું મુકેશ ભગતની યાદી માં જણાવ્યુ છે.

Back to top button
error: Content is protected !!