MALIYA (Miyana):માળીયા તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનો કરાયો શુભારંભ

MALIYA (Miyana):સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની અધ્યક્ષતામાં માળીયા તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનો કરાયો શુભારંભ
ખેડૂતોને વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું
મોરબી જિલ્લામાં સરવડ ખાતે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની અધ્યક્ષતામાં માળીયા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો હતો
સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા રવિ કૃષિ મહોત્સવની સમાંતર મોરબી જિલ્લામાં સરવડ ખાતે માળિયા તાલુકાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિતના મહાનુભાવો તથા કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માળીયા તાલુકાના ૫૩૦ થી વધુ ખેડૂતો આ રવિ કૃષિ મહોત્સવમાં જોડાયા હતા. વિવિધ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલ પરથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.









