MORBI:મોરબીમાં રૂ.૧૨૦ લાખના ખર્ચે દિઘલીયા- શેખરડી માર્ગનું નવીનીકરણ પૂર્ણ; સુરક્ષિત અને સલામત વાહન વ્યવહાર બન્યું સુલભ

MORBI:મોરબીમાં રૂ.૧૨૦ લાખના ખર્ચે દિઘલીયા- શેખરડી માર્ગનું નવીનીકરણ પૂર્ણ; સુરક્ષિત અને સલામત વાહન વ્યવહાર બન્યું સુલભ
મોરબી જિલ્લામાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાંકાનેરી તાલુકામાં દિઘલીયા- શેખરડીના ૩.૫ કિલોમીટર ગ્રામ્ય માર્ગની અંદાજે રૂ. ૧૨૦ લાખના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ ગ્રામ્ય માર્ગના નવીનીકરણથી ગ્રામ્ય પરિવહન સુરક્ષિત અને સલામતી સાથે સુલભ બન્યું છે.
કાર્યરત માર્ગોની આવરદા પૂર્ણ થતા રોડ રસ્તા નવીનીકરણની કામગીરી કરવામાં આવે છે, જે અંતર્ગત મોરબીમાં વાંકાનેર તાલુકાના ગામડાઓને જોડતા આ ગ્રામ્ય માર્ગની રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જુના નુકસાનગ્રસ્ત રોડની રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરી માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થતા લોકોની પરિવહન સુવિધામાં વધારો થયો છે.








