MORBIMORBI CITY / TALUKO
સાર્થક વિદ્યામંદિરમાં 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે ખેલ મહાકુંભ , કલા મહાકુંભ કે અન્ય વિશેષ સિદ્ધિઓ મેળવેલ બાળકોને વાલીઓની હાજરીમાં શાળા તરફથી સન્માન પત્રક આપવામાં આવેલ હતું.
શાળાના તમામ શિક્ષકો તેમજ વાલીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
શાળાના મુખ્ય સંચાલક શ્રી કિશોર ભાઈ શુક્લએ પંચ પરિવર્તનની વાત કરી હતી અને અંતે સહ સંચાલક પ્રમોદ સિંહ રાણાએ કાર્યક્રમમાં હાજર રહેલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.











